Aapnu Gujarat
રાષ્ટ્રીય

હેલ્થ સિસ્ટમમાં ફેરફાર કરવા સરકારની હિલચાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે આગામી એજન્ડા પર કામ કરી રહી છે. આગામી એજન્ડા તરીકે હેલ્થ સિસ્ટમમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના છે. નેશનલ હેલ્થ પોલીસી જાહેર કરવામાં આવ્યા બાદ હવે પીએમઓ હેલ્થ સિસ્ટમને સુધારી દેવાની દિશામાં આગળ વધવા અને આ દિશામાં મોટા પગલા લેવાની તૈયારીમાં છે. થોડાક દિવસ પહેલા મળેલી સમીક્ષા બેઠકમાં મોદીએ લોકોને સરળ રીતે સારવાર આપવાના થઇ રહેલા પ્રયાસને લઇને નારાજગી વ્યકત કરી હતી. આ વ્યવસ્થામાં તેજી લાવવા માટે મોદીએ સંબંધિતોને સુચના આપી હતી. સાથે સાથે લોકો સુધી સરળ અને વહેલી તકે સારવારની સુવિધા કઇ રીતે પહોંચે તે પાસા પર ચર્ચા કરી હતી. ટેકનિકનો ઉપયોગ વધારી દેવાના પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. તબીબોને મળવા માટે ઓનલાઇન સમય લેવાની સિસ્ટમને હજુ સુધી મળેલા પ્રતિસાદને લઇને પણ સરકાર ખુશ નથી. સરકાર વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં દેશના ૨૦૦ હોÂસ્પટલમાં આ સિસ્ટમને અમલી કરવા માટેના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરી હતી પરંતુ હજુ સુધી ૭૩ હોÂસ્પટલમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાં મળેલા પ્રતિસાદને લઇને પણ સરકાર ખુશ નથી. હજુ સુધી ૭૧૦૩૪૬ દર્દીઓ દ્વારા જ ઓનલાઇનરીતે તબીબને મળવા માટે સમય માંગ્યો છે. દિલ્હી એમ્સમાં મળવા માટે સમય સૌથી વધારે માંગવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આ સર્વિસને એવી તમામ હોÂસ્ટપલમાં લાગુ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી જ્યાં પહેલાથી જ હોÂસ્પટલ મેનેજમેન્ટ તરફથી ઓપીડી અને એપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે. મોદી સરકારની નવી યોજના જારદાર પ્રતિસાદ મેળવી શકે છે. વિચારણા હાથ ધરાઇ છે.

Related posts

મતદાનની ટકાવારીને લઇ રાજકીય પક્ષોની ગણતરી

aapnugujarat

લાલુ યાદવને એમ્સમાં લઇ જવા માટે સક્રિય વિચારણા

aapnugujarat

એરસેલ-મેક્સિસ કેસ : ઈડીની અરજી પર જવાબ આપવા હાઈકોર્ટનો મારન બંધુઓને આદેશ

aapnugujarat

Leave a Comment

URL