Aapnu Gujarat
બિઝનેસ

નાની બેંકોની પ્રાપ્તિની શક્યતા ચકાસવાની મોટી બેંકોને સૂચન

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નાની બેંકોના મર્જરને લઇને વધુ શક્યતા ચકાસવાની તૈયારી કરી લીધી છે. નાણામંત્રાલય દ્વારાત હવે ચાર મોટી પીએસયુ બેંકોને નાની અને મધ્યમ કદની બેંકોની સાથે મર્જર અથવા તો આ બેંકોને લઇ લેવાની શક્યતા ચકાસવા અપીલ કરી છે. મોટી વૈશ્વિક કદની બેંકોના હેતુ સાથે આ અપીલ કરવામાં આવી છે. જાણકાર સુત્રોએ કહ્યું છે કે, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને બેંક ઓફ ઇન્ડિયા જેવી મોટી જાહેર ક્ષેત્રની બેંકો પ્રાપ્તિ માટે યોગ્ય ઉમેદવારની ચકાસણી કરી શકે છે. હજુ સુધી અનૌપચારિકરીતે નાણામંત્રાલયે તેમને સુચના આપી છે કે, તેઓ મર્જર અને પ્રાપ્તિ માટેની શક્યતામાં અભ્યાસ કરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થોડાક સમય પહેલા મર્જરની ગતિવિધિ હાથ ધરી હતી. ક્ષેત્રિય સમતુલા, ભૌગોલિક નેટવર્ક, નાણાંકીય બોજ, સાનુકુળ માનવ સંશાધન જેવા પરિબળોને ધ્યાનમાં લેવા માટે કહેવામાં આવ્યું છે. મોદી સરકાર ઇચ્છે છે ક ે, એસબીઆઈની જેમ જ અન્ય મોટી બેંકો પણ નાની બેંકો સાથે મર્જ થઇ જાય. થોડાક સમય પહેલા પાંચ એસોસિએટ બેંક અને ભારતીય મહિલા બેંકે એસબીઆઈનો હિસ્સો બનવાનો નિર્ણય કર્યો હતો. પહેલી એપ્રિલ ૨૦૧૭થી પાંચ એસોસિએટ બેંક અને ભારતીય મહિલા બેંક એસબીઆઈને હિસ્સો બની હતી. આની સાથે જ એસબીઆઈ વિશ્વમાં ટોપ ૫૦ બેંકોની અંદર સામેલ થઇ ગઇ હતી. એસબીઆીની સાથે જે બેંકો મર્જ થઇ ગઇ હતી તેમાં સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને બીએમબીનો સમાવેશ થાય છે. આ તમામ બેંકો એસબીઆઈ સાથે મર્જ થઇ હતી. આ મર્જરની સાથે એસબીઆઈનું કુલ ગ્રાહક નેટવર્ક ૩૭ કરોડ સુધી પહોંચ્યું હતું જ્યારે બ્રાંચની સંખ્યા ૨૪૦૦૦ સુધી પહોંચી હતી. દેશભરમાં એટીએમની સંખ્યાતેની ૫૯૦૦૦ સુધી થઇ હતી. મર્જરની સાથે ડિપોઝિટ બેઝનો આંકડો ૨૬ લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. સરકારે ફેબ્રુઆરી મહિનામાંં જ એસબીઆઈ સાથે પાંચ એસોસિએટ બેંકના મર્જરને મંજુરી આપી હતી. માર્ચ મહિનામાં કેબિનેટે પાંચ એસોસિએટ બેંકના મર્જરને લીલીઝંડી આપી દીધી હતી. એસબીઆઈ ૨૦૦૮માં સૌથી પહેલા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં મર્જ થઇ હતી. બે વર્ષ બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્દોર તેની સાથે મર્જ થઇ હતી. સફળતાની નોંધ લઇને નાણામંત્રાલય દ્વારા જાહેર ક્ષેત્રની બેંકમાં આવી બીજી દરખાસ્ત ઉપર વિચારણા હાથ ધરી છે. નોન પરફોર્મિંગ એસેટેની સ્થિતિ એક વખતે સુધરી ગયા બાદ મર્જરનો તબક્કો શરૂ થશે. એસબીઆઈને મોટી સફળતા મળી હતી ત્યારબાદ નવી આશા જાગી છે.

Related posts

સરકાર ઓનલાઈન શોપિંગની માહિતી હવે એકત્ર કરશે

aapnugujarat

સોનાની ગ્રામીણ માંગમાં પખવાડિયામાં ૩૦-૪૦% કડાકો

aapnugujarat

રિલાયન્સ જીઓ એરટેલને પછાડી બીજી મોટી કંપની બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1