Aapnu Gujarat
શિક્ષણ

શ્રી એમ.એન. પટેલ પ્રા.શાળામાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા નાની કડીમાં બીજા સત્રની શરૂઆત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. જોગાનુજોગ બીજા સત્રના પ્રથમ દિવસે ૧૪ નવેમ્બર ‘‘બાળ દિવસ’’ હોવાથી આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મદિવસ એટલે બાળ દિવસ શાળાના બાળકોએ આનંદ કિલ્લોલ કાર્યક્રમ રજૂ કરી પોતાનામાં રહેલી શૈક્ષણિક અને સાંસ્કૃતિક કલા શક્તિના દર્શન કરાવ્યા હતાં. શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલે બાલ દિવસનું મહત્વ સમજાવી પંડિત જવાહરલાલ નેહરુનો રાષ્ટ્રપ્રેમ તથા બાળકો પ્રત્યેનો પ્રેમ આ વિષય પર બાળકોને સમજણ આપી હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરાશે

editor

कक्षा-१०ः जुलाई महीने में पूरक परीक्षा का आयोजन

aapnugujarat

ડીપીએસ બોપલમાં (‘Life Around You’) અંગે ફોટો પ્રદર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1