Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે પ્રવાહી સ્થિતિ રહેવા વકી

શેરબજારમાં આજથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં ટોપ પાંચ પરિબળોની અસર જોવા મળનાર છે દલાલ સ્ટ્રીટમાં જે પાંચ પરિબળોની અસર જોવા મળનાર છે તેમાં ટેકનિકલ આઉટલુક, જીટીપીએલ હેથવેવે આઇપીઓ, સીડીએસએલ આઇપીઓ, જીએસટી કાઉન્સિલની બેઠક અને વૈશ્વિક પરિબળોની અસર દેખાશે. છેલ્લા સપ્તાહ દરમિયાન બજારમાં ભારે પ્રવાહી સ્થિતી રહી હતી. આ ગાળા દરમિયાન ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થછયો હતો. સમગ્ર સપ્તાહમાં આઇટી અને ફાર્માના શેર દબાણ હેઠળ રહ્યા હતા. શુક્રવારના દિવસે સેંસેક્સ ૧૯ પોઇન્ટ ઘટીને ૩૧૦૫૬ની નીચી સપાટી પર રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં સૌથી વધારે સુધારો થયો હતો જ્યારે લુપિનમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. નિફ્ટી ૧૦ પોઇન્ટ સુધરીને ૯૫૮૮ની સપાટી પર રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર ૦.૧૨ ટકાનો ઘટાડો થયો હતો.જ્યારે નિફ્ટીમાં ૦.૨૯ ટકાનો ઘટાડો થયો હતો. શેરબજારમાં રોકાણકારો હાલમાં બજારની સ્થિતી પર નજર રાખવા ઇચ્છુક છે. નિફ્ટી ૯૫૦૦ અને ૯૭૦૦ વચ્ચેની રેંજમાં રહે તેવી શક્યતા છે. જીટીપીએલ હેથવે આઇપીઓ ૨૧મી જુનાના દિવસે લોંચ થનાર છે. આઈપીઓની રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. જો તમામ પાંચ ઇશ્યુ સફળરીતે આગળ વધશે તો જૂન મહિનો આઈપીઓ માટે સપ્ટેમ્બર ૨૦૧૬ બાદથી સૌથી શ્રેષ્ઠ રહી શકે છે.સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ સીડીએસએમ પણ આગામી સપ્તાહમાં આઈપીઓ લાવનાર છે. કેબલ અને બ્રોડબેન્ડ કંપની જીટીપીએલ દ્વારા પણ ૨૧મી જૂનના દિવસે આઈપીઓ લાવવામાં આવનાર છે.કંપની દ્વારાઇસ્યુ માટે પ્રાઇઝ બેન્ડ રૂપિયા ૧૬૭ અને ૧૭૦ રૂપિયા રાખવામાં આવી છે. સ્મોલ ફાયનાન્સ બેંક લાયસન્સ ધારક એયુ ફાઈનાન્સરો પણ આ મહિનાના અંત સુધી બજારમાં ઇશ્યુ સાથે આવનાર છે. મૂડીરોકાણકારો માટે આગામી દિવસો ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જાણકારા લોકોનું કહેવું છે કે, તાજેતરના મહિનામાં જે આઈપીઓ લાવવામાં આવ્યા હતા તેમાં કેટલાક આઈપીઓ દ્વારા જંગી નાણા ઉભા કરવામાં આવ્યા હતા. કુલ ૫૩૨૭ કરોડ રૂપિયાના કદ સાથે નવા આઈપીઓની બજારમાં એન્ટ્રી થનાર છે.શ્રેણીબદ્ધ આઇપીઓ લાઇનમાં છે. સીડીએસએલ આઇપીઓ દ્વારા ૫૦૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવનાર છે. સીડીએસએલ દ્વારા પ્રતિ શેર ૧૪૫-૧૪૯ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ ઇસ્યુ ૧૯મી જુનના દિવસે ખુલશે અને ૨૧મી જુનના દિવસે બંધ થશે. વૈશ્વિક મોરચે યુરોપિયન સેન્ટ્રલ બેંકની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ૨૧મી જુનના દિવસે યોજાનાર છે. જ્યારે ઇસીબીની જનરલ કાઉન્સિલની બેઠક ગુરૂવારના દિવસે મળનાર છે. બીજી બાજુ જુદા જુદા આંકડા પણ જારી કરવામાં આવનાર છે.

Related posts

સેંસેક્સમાં ૮૫ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

BOB ने MCLR ब्याज दर घटाकर 8.25% की

aapnugujarat

जुलाई में भारतीय कंपनियों ने जुलाई में जुटाए 4.98 अरब डॉलर के विदेशी कर्ज : RBI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1