Aapnu Gujarat
બિઝનેસ

એફપીઆઈ દ્વારા જૂનમાં ૩.૫૫ અબજ ડોલરનું મૂડીરોકાણ

વિદેશી રોકાણકારોએ ભારતીય મુડીબજારમાં જંગી નાણાં ઠાલવી દેવાની પ્રક્રિયા જારી રાખી છે. મોટા ભાગની વસ્તુઓ અને સર્વિસ માટે જીએસટીના રેટ નક્કી કરી દેવામાં આવ્યા બાદ અને સામાન્ય મોનસુનની આગાહી કરવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. વિદેશી રોકાણકારોએ આ પરિબળો વચ્ચે વચ્ચે હજુ સુધી આ મહિનામાં ભારતીય મુડી બજારમાં ૩.૫૫ અબજ ડોલરની રકમ ઠાલવી દેવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે મોટા ભાગના વિદેશી રોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાં વધારે નાણાં ઠાલવ્યા છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઇ દ્વારા પહેલીથી ૧૬મી જુન વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૪૦૨૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. જ્યારે વિદેશી રોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાં સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૧૮૮૨૧ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જેથી નેટ ઇનફ્લોનો આંકડો ૨૨૮૪૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ડોલરની દ્રષ્ટિએ જોવામાં આવે તો આંકડો ૩.૫૫ અબજ ડોલરનો રહ્યો છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા ચાર મહિના (ફેબ્રુઆરી-મે)માં ૧.૩૩ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી રેટના દર નક્કી કરવામાં આવ્યા બાદ નવી આશા જાગી છે. જીએસટી કાઉન્સિલની બેેઠકમાં હાલમાં જ દરો નક્કી કરવામાં આવ્યા હતા. પહેલી જુલાઈથી ઐતિહાસિક જીએસટી વ્યવસ્થા અમલી બનાનાર છે. મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે.બીજી બાજુ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની જીત સહિત કેટલાક હકારાત્મક પરીબળો વચ્ચે છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો છે. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઉત્તરપ્રદેશ ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો હાલમાં અતિઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા હતા.ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો. મૂડીરોકાણકારો માની રહ્યા હતા કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. નવેસરના પ્રવાહ બાદ મુડીબજારમાં કુલ રોકાણનો આંકડો આ વર્ષે ૧.૪ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જેમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટના નાણાં સામેલ છે.

Related posts

भारत को झटका, 2019-20 के लिए Fitch ने घटाया GDP अनुमान

aapnugujarat

बजट में शेयरों से कमाई पर लॉन्ग टर्म गेंस टैक्स की वापसी

aapnugujarat

અવિરત મંદી : સેંસેક્સ વધુ ૩૧૭ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1