Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી કિંગ સુલેમાને પાકિસ્તાનને ‘આરબનું ગુલામ’ ગણાવ્યું

દુનિયાભરમાં પાકિસ્તાન અવાર-નવાર શરમજનક સ્થિતિનો ભોગ બનતું હોય છે. હવે કતર અને સાઉદી અરેબિયા વચ્ચેની મધ્યસ્થતાને લઈને ફરી એકવાર પાકિસ્તાનને આવી સ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો છે.  સાઉદી અરેબિયાના કિંગ સુલેમાને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને કતર અને સાઉદીના વિવાદમાં કઈ તરફ હોવા બાબતે સવાલ કર્યો હતો. હવે મામલો આનાથી ઘણો આગળ વધી ચુક્યો છે.સાઉદી અરેબિયાના સંરક્ષણ પ્રધાન અને પ્રિન્સ મોહમ્મદ બિન સુલેમાને પાકિસ્તાન સંદર્ભે કંઈક એવી ટીપ્પણી કરી છે કે જે પાકિસ્તાનને પચવાની નથી પણ તેની વાસ્તવિક ઓકાતનો આઈનો જરૂરથી દેખાડી રહી છે. પ્રિન્સ સુલેમાને પાકિસ્તાનને પોતાના નિવેદનમાં આરબનું ગુલામ ગણાવ્યું છે.
પ્રિન્સ સુલેમાને પાકિસ્તાનને ઈસ્લામિક દેશ માનવાનો પણ ઈન્કાર કર્યો છે. સાઉદીના પ્રિન્સના કહેવા મુજબ પાકિસ્તાન જ નહીં પણ બાંગ્લાદેશના લોકો પણ મુસ્લિમ નથી. આ લોકોએ હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો છે. માટે તેઓ મુસ્લિમ પણ નથી. પ્રિન્સ સુલેમાને પાકિસ્તાનના લોકોને ધર્માંતરીત મુસ્લિમ કહીને સાઉદી અરેબિયાના ગુલામ ગણાવીને રહી સહી કસર પણ પુરી કરી દીધી છે. તેમના માટે અહીં ખુદને મુસ્લિમ કહેનારા લોકો હકીકતમાં હિંદુ-મુસ્લિમ છે.પ્રિન્સ સુલેમાન ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોને અલ હિંદી-મુસ્કીન કહે છે. તેનો અર્થ થાય છે કે તેઓ ઉતરતા દરજ્જાના મુસ્લિમ છે. આરબ દેશોમાં આવા ખ્યાલ માત્ર પ્રિન્સના નથી પણ સામાન્ય લોકોના પણ છે. પાકિસ્તાનના એક પત્રકારે ટિ્‌વટર પર પ્રિન્સ સુલેમાનના પાકિસ્તાન માટે વ્યક્ત કરાયેલા વિચારો દર્શાવ્યા છે.

Related posts

મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવા પાક.નો આદેશ

aapnugujarat

FATF ના ગ્રે લીસ્ટમાં પાકિસ્તાન હજુ રહે તેવી સંભાવના

editor

उत्तर कोरिया ने सीमा से लाउडस्पीकर हटाने शुरु किए

editor

Leave a Comment

UA-96247877-1