પર્યાવરણને સ્વચ્છ રાખવાના મામલામાં બ્રિટનની મનીસુપર માર્કેટના એક અભ્યાસમાં ભારતનો ક્રમાંક ૭૫મો હોવાનું જણાવવામાં આવ્યું છે. તો આફ્રિકન દેશ મોઝામ્બિક આ યાદીમાં ટોચ પર છે.આફ્રિકન દેશ મોઝામ્બિક દુનિયાના સૌથી ગરીબ દેશોમાંથી એક છે. આ રિપોર્ટમાં દુનિયાના જળવાયુ પરિવર્તન મુદ્દે અલગ-અલગ દેશોની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં પ્રત્યેક દેશને સુધારણા કરવાની જરૂર હોય તેવી બાબતો પર ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે.
સ્વચ્છ વાતાવરણ જાળવી રાખવાના મામલામાં મોઝામ્બિકના ટોચ પર રહેવાનું કારણ ઊર્જાના હરિત સંશાધનોનો મહત્તમ ઉપયોગ છે.બીજી તરફ ભારતની ઊર્જા જરૂરિયાતોનો માત્ર ૧૫.૨ ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જીના છે. અહીં માત્ર ૨.૨ ટકા અપશિષ્ટ જળને રિસાઈકલ કરવામાં આવે છે અને દરરોજ પ્રતિ વ્યક્તિ ૦.૩૪ કિલોગ્રામ કચરો પેદા થાય છે.