Aapnu Gujarat
રાષ્ટ્રીય

એચઆરએ અંગે કમિટી ટૂંક સમયમાં રિપોર્ટ સુપ્રત કરશે

નાણા સચિવ અશોક લવાસાના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય કમિટી એચઆરએ અને અન્ય ભથ્થાઓના સંદર્ભમાં અંતિમ રિપોર્ટ આ સપ્તાહમાં જ નાણાપ્રધાન અરૂણ જેટલીને સુપ્રત કરી શકે છે. ભથ્થા અંગે અંતિમ ભલામણોથી ૪૭ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૫૩ લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. આ કમિટીને કુલ ૧૯૬ ભથ્થાઓ પૈકી ૫૩ ભથ્થાઓ નાબુદ કરવા માટે ભલામણ કરવા કહેવામાં આવ્યું હતું. સાતમાં પગાર પંચની ભલામણોને લઈને આ તમામ હિલચાલ હાથ ધરવામાં આવી છે. અંતિમ રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યા બાદ આ દિશામાં નિર્ણય લેવામાં આવશે. છઠ્ઠી એપ્રિલના દિવસે આ સંદર્ભમાં બેઠક યોજાઈ હતી. કમિટીએ ૨૮મી માર્ચના દિવસે તેની છેલ્લી બેઠકમાં સંરક્ષણ, રેલ્વે, પોસ્ટ વિભાગ પાસેથી અભિપ્રાય માંગ્યા હતા. સાથે સાથે ૧૪ ભથ્થાઓના સંદર્ભમાં માહિતી માંગી હતી. આ ભથ્થાઓમાં અકસ્માતના ભથ્થાનો સમાવેશ થાય છે. ટ્રીપ ભથ્થાનો પણ સમાવેશ થાય છે. લવાસા કમિટીની રચના ગયા વર્ષે જૂન મહિનામાં કરવામાં આવી હતી. અગાઉ સરકારે સાતમાં વેતન પંચની ભલામણોને અમલી બનાવી હતી. સાતમાં વેતન પંચ દ્વારા ૨૪ ટકાના આવાસ ભાડા ભથ્થાના દરની સૂચના આપી હતી. વર્ગ એક્સ, વાય, ઝેડ શહેર માટે મૂળ પગારના ૨૪, ૧૬ અને ૮ ટકાના ભથ્થાના રેટની દરખાસ્ત રજુ કરી હતી. કમિશને ભલામણ કરી હતી કે એચઆરએનો દર સુધારીને ૨૭ ટકા કરવામાં આવી શકે છે. પે કમિશને અનેક ભથ્થાઓને નાબુદ કરવાને લઈને ભલામણ કરી હતી. તેના દ્વારા કુલ ૧૯૬ ભથ્થાઓ પૈકી ૫૩ ભથ્થાઓને નાબુદ કરવાની વાત કરવામાં આવી હતી.

Related posts

तीन तलाक देने वालों की सजा भी तय करे उच्चतम न्यायालय : मुस्लिम वुमेन पर्सनल लॉ बोर्ड की मांग

aapnugujarat

માયાવતી પર ભરોસો ન કરી શકાય,અખિલેશે બુઆ કેવી રીતે ગણાવી દીધા : શિવપાલ યાદવ

aapnugujarat

અમેઠીમાં રાહુલ આગામી પીએમવાળા પોસ્ટરને લઇ હોબાળો

aapnugujarat

Leave a Comment

URL