Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિધાનસભા પટલ પર ધારસભ્યએ કહ્યું – ભગવાન વિષ્ણુનો અવતાર હતા જયલલિતા

તમિલનાડુમાં નેતાઓને ભગવાનની જેમ પૂજવાની પ્રથા રહી છે. પરંતુ આ રાજ્યના એક ધારાસભ્યએ હવે પૂર્વ મુખ્યમંત્રી અને એઆઇએડીએમકેના પૂર્વ સુપ્રીમો જયલલિતાને ભગવાનનો અવતાર જાહેર કરી દીધા છે. એઆઇએડીએમકે મરિયપ્પન કૈનેડીએ આ નિવેદન તમિલનાડુ વિધાનસભાના પટલ પર આપ્યું છે.
તમિલનાડુ વિધાનસભામાં ઉચ્ચ શિક્ષા માટેની ગ્રાન્ટ મુદ્દે ચર્ચા દરમિયાન ધારાસભ્યએ આ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય મરિયપ્પને આ મુદ્દા પર ચર્ચા દરમિયાન ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોના નામ ગણાવ્યા અને કહ્યું કે, અમ્મા વિષ્ણુનો ૧૧ મો અવતાર હતા. ત્યારબાદ આ ધારાસભ્યએ જેલમાં બંધ શશિકલાને જયલલિતાના વાસ્તવિક ઉત્તરાધિકારી બતાવ્યા છે. ધારાસભ્ય મહોદએ શશિકલાના ભત્રીજા ટીટીવી દીનાકરણની પ્રશંસામાં ગીત ગાયા અને તેને પાર્ટીનું ભવિષ્ય બતાવ્યા. શશિકલા જયલલિતાના પૂર્વ સહયોગી રહી ચુક્યા છે, અને તે આવકથી વધુ સંપત્તિ મામલે આરોપી જાહેર થવા પર જેલમાં બંધ છે.
આ પહેલા પણ ઘણી વાર જયલલિતાને તમિલનાડુની રાજનીતિમાં સુપર નેચરલ પાવરનો દરજ્જો આપવામાં આવ્યો છે. જયલલિતાના મોત બાદ નેતાઓએ પોતાના ફાયદા માટે તેમને ઘણા વિશેષણોથી નવાજ્યા છે. જયલલિતાના મોટા બાદ વી.કે.શશિકલા જયારે પહેલી વાર પાર્ટીના મહાસચિવ બન્યા તો તેમણે પોતાના પહેલા ભાષણમાં કહ્યું હતું કે, જયલલિતાની આત્મા તેમને રોજ કહે છે કે, મેં તને ૧.૫ કરોડ લોકોની જવાબદારી સોંપી છે.તમિલનાડુ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ જયલલિતાને તેમના નેતાઓએ દેવીના રૂપમાં રજુ કર્યા હતા. જયલલિતા કેટલીક ફિલ્મોમાં દેવીની ભૂમિકા નિભાવી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, જયલલિતાના મોટા બાદ તેમના ઉત્તરાધિકારી કોણ હશે તેના પર પ્રદેશમાં જબરદસ્ત વર્ચસ્વની લડાઈ ચાલી છે. પૂર્વ સીએમ ઓ.પનીરસેલ્વમે શશિકલા સાથે બગાવત કરીને તેમના આદેશો માનવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારબાદ શશિકલા કેમ્પે તેમને સીએમ પદ પરથી હટાવીને પલાનીસ્વામીને સીએમ બનાવ્યા હતા.

Related posts

28% GST स्लैब से हटाए जा सकते हैं कई आइटम

aapnugujarat

બાલાકોટમાં જેહાદીઓની પરેડ યોજાતી હતી : રિપોર્ટ

aapnugujarat

राम मंदिर पर फिल्म बनाएंगी कंगना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1