દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલનાં હાથે એક મોટી સફળતા આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનાં શાર્પ શૂટર શાબાઝ અંસારીની ધરપકડ કરી છે. પોલીસને તેની પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર પણ મળી આવ્યા છે. સૂત્રો અનુસાર શાબાઝનાં નિશાન પર દિલ્હીનાં કેટલાક ધાર્મિક નેતાઓ હતા. હાલ પોલીસ તેની પુછપરછ કરી રહી છે.ઉલ્લેખીય છે કે ૭ જૂનની રાત્રે દિલ્હી પોલીસે છોટા શકિલ ગેંગનાં અન્ય એક ગેંગસ્ટર જુનૈદ ચૌધીની ધરપકડ કરી હતી. ગત્ત વર્ષે જુનમાં પણ જુનૈદને ૩ અન્ય સાધીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. હાલનાં સમયે જુનૈદ અને તેનાં સાથી હિન્દૂ સભા પ્રમુખ સ્વામી ચક્રપાણીની હત્યા કરવાનું કાવત્રુ રચી રહ્યા હતા. આ મુદ્દે ચૌધરી થોડા મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર છુટ્યો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ