Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ પ્રમુખ અમિત શાહ પ્રથમ વખત માતોશ્રી જશે

મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પ્રથમ વખત માતોશ્રી જવાની તૈયારીમાં છે. રવિવારના દિવસે તેઓ માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેની સાથે વાતચીત કરનાર છે. આ અગાઉ માત્ર એક વખત વિધાનસભા ચૂંટણીથી પહેલા સીટોની ફાળવણીના મુદ્દે ચર્ચા કરવા માતોશ્રી પહોંચ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે હજુ સુધી અમિત શાહ જાણી જોઇને માતોશ્રી જઇ રહ્યા ન હતા. એમ કરીને તેઓ સાબિતી આપવા ઇચ્છતા હતા કે તેઓ શિવસેનાને વધારે મહત્વ આપી રહ્યા નથી. પરંતુ હવે તકલીફ વધી ગઇ છે. એકબાજુ મહારાષ્ટ્રમાં ખેડુતો આંદોલન કરી રહ્યા છે. બીજી બાજુ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને પણ રાજકીય ગરમી છે. ખેડુતોની લોન માફીના મામલે ભાજપ અને શિવસેના વચ્ચે હાલ સંબંધ ખરાબ થઇ ગયા છે. બન્ને મુદ્દાના કારણે અમિત શાહને માતોશ્રી જવાની ફરજ પડી રહી છે. ભાજપના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારના દિવસે સવારે આશરે ૧૧ વાગ્યા અમિત શાહ માતોશ્રી પહોંચનાર છે. તેઓ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની સાથે વાતચીત કરનાર છે. બન્ને નેતાઓ વચ્ચે વાતચીત માટેના મુખ્ય એજન્ડામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ઉમેદવાર નક્કી કરવાને લઇને છે.મુલાકાત દરમિયાન અમિત શાહ એ બાબતની ખાતરી કરશે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવ સેનાના લોકો એનડીએના ઉમેદવારની તરફેણમાં મતદાન કરે. કારણ કે અગાઉ બે વખતે શિવસેનાએ એનડીએ ઉમેદવારને સમર્થન આપવાના બદલે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપીને તમામને ચોંકાવી દીધા હતા. શિવસેનાએ કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખર્જીની તરફેણમાં મતદાન કરીને તેમની જીત નક્કી કરી હતી.
એનડીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવે છે તે બાબતપર શિવસેનાનુ વલણ નક્કી કરાશે તેમ શિવસેનાના કેટલાક વરિષ્ઠ નેતા કહી રહ્યા છે.

Related posts

ભાજપ અને સંઘ ગોડ લવર્સ નહીં બલ્કે ગોડસેના લવર્સ છે : રાહુલ ગાંધી

aapnugujarat

વાયનાડમાં મતદાનનો બહિષ્કાર કરવાની હાકલ કરતા પોસ્ટરો માઓવાદીઓએ મૂક્યા

aapnugujarat

जाकिर नाईक काफी समय के बाद मलेशिया में दिखे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1