Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જીએસટી અમલીકરણને વધુ બે મહિના મોકૂફ કરવા માંગ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જીએસટી અમલીકરણને બે મહિના સુધી ટાળી દેવા માટે રજૂઆત કરવામાં આવી છે. એવી દલીલ કરવામાં આવી છે કે, નવી ટેક્સ વ્યવસ્થાને અમલી કરવા તેમની વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂર એરલાઇન્સને દેખાઈ રહી છે. જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી કરવામાં આવનાર છે. તૈયારી પ્રાથમિક તબક્કામાં પહોંચી ગઈ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નાણા મંત્રાલયને પત્ર લખીને બે મહિના સુધી જીએસટી વ્યવસ્થાને લાગૂ ન કરવાની અપીલ કરી છે. વરિષ્ઠ મંત્રાલય અધિકારીના કહેવા મુજબ જીએસટી વ્યવસ્થાને અમલી ન કરવાની માંગણી કરવામાં આવી છે. કારણ કે, એરલાઇન્સ જીએસટીને અમલી કરવા તેમની વ્યવસ્થા સાથે તૈયાર નથી.
એર ઇન્ડિયા સહિત તમામ કેરિયર્સ જીએસટીના ચોક્કસ પાસાઓને લઇને ચિંતિત છે. જીએસટીને અમલી કરવા વૈશ્વિક ટિકિટ વ્યવસ્થા સિસ્ટમમાં ફેરફાર કરવામાં સમય લાગી શકે છે. એરલાઇન્સ કારોબાર સાથે સંબંધિત ચોક્કસ ક્ષેત્રોમાં સ્પષ્ટતા નહીં થઇ હોવાથી ઉંચા ઓપરેશનલ ખર્ચની ચિંતા પ્રવર્તી રહી છે. બુધવારના દિવસે નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ જીએસટી મુદ્દે બેઠક યોજી હતી જેમાં જુદા જુદા ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ, એરલાઈન્સ, એરપોર્ટ અને કાર્ગો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સપ્તાહની શરૂઆતમાં જ નાણામંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી જ અમલી કરવામાં આવશે. તેમાં કોઇપણ પ્રકારનો વિલંબ કરાશે નહીં. હાલમાં એવી અફવા ચાલી રહી હતી કે, જીએસટી અમલીકરણમાં વિલંબ થઇ શકે છે. અફવા બજાર ગરમ થયા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ પોતે સ્પષ્ટતા કરી હતી કે, જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી કરાશે તેમાં કોઇપણ પ્રકારના વિલંબની કોઇ શક્યતા દેખાઈ રહી નથી.

Related posts

केनरा बैंक की कोरोना कवच बीमा पॉलिसी

editor

રાહુલ ગાંધીએ એક ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે, રાફેલમાં ભ્રષ્ટાચારના તાર મોદીનાં બારણાં સુધી પહોંચે છે

aapnugujarat

ઉ. ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ : જનજીવન પર અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1