Aapnu Gujarat
Uncategorized

ફળ પાક નિદર્શન રસપૂર્વક નિહાળતા ઇઝરાયલનાં રાજદુત

તાલાળા ખાતે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનાં ઉદઘાટનમાં ખાસ ઉપસ્થિત ઇઝરાયેલનાં રાજદુત ડેનિયલ કાર્મોન તથા મુંબઇ ખાતેનાં ઇઝરાયલનાં કાઉન્સીલરશ્રીએ અહિં બાગાયત વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ફળ પાકનું નિદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. તેમણે તાલાળા વિસ્તારમાં થતી કેસર સહિતની વિવિધ જાતની કેરી, કેળા, નારીયેલનાં પાકની વિશેષતા ખાસીયતોની બાગાયત અધિકારી પાસેથી જાણકારી મેળવી હતી. તેમણે તમામ જાતની કેરીનું રસપૂર્વક નિરીક્ષણ પણ કર્યું હતું. આ નિદર્શનમાં તાલાળાની વિશ્વ પ્રસિધ્ધ કેસર કેરી, સાથે, હાફુસ, પાયરી, લંગડો, રતના, નિલમ, ઝમરૂખીયો, એપલ, નિલેશ્વરી, દશેરી, રાજાપુરી,આમ્રપપાલી, ઓસ્ટીન, નાયલોન, સફેદ બારમાસી, અસાઢિયો, તોતાપુરી સહિત ૩૦ જાતની કેરી પ્રદર્શીત કરી હોવાનું નાયબ બાગાયત નિયામકશ્રી વાઘમશીએ જણાવ્યું હતું                              

Related posts

સુરેન્દ્રનગરનીસભામાં હાર્દિકને એક શખ્સે મારેલો તમાચો

aapnugujarat

ગોધરામાં આરોગ્ય કમિશનરે સમીક્ષા બેઠક યોજી

editor

बगदाद हवाई अड्डे पर US के हमले में 8 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1