Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આજથી દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ રોજ બદલાશે

દેશમાં આજથી એક નવી વ્યવસ્થા અમલી બની રહી છે જેના ભાગરુપે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આવતીકાલથી દરરોજ બદલાશે. આજે પેટ્રોલપંપના માલિકોએ પેટ્રોલ ડીઝલની કિંમતોને દરરોજ બદલવા સામે તેમની સૂચિત હડતાળને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે સરકાર દરરોજના રેટ અપડેટ કરવાને લઇને સમય બદલવા સહમત થઇ ગઇ હતી. આ ફેરફાર બાદ શુક્રવારથી નવી વ્યવસ્થા અમલી બની જશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો દેશભરમાં સવારે છ વાગે દરરોજ સુધરી જશે. હાલમાં પખવાડિયામાં ભાવ સુધારાની પ્રથા ચાલી રહી હતી. આ અગાઉ કંપનીઓએ આ યોજનાને પહેલી મેના દિવસથી દેશના પાંચ શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરી હતી. આ યોજના સફળ રહ્યા બાદ હવે આવતીકાલથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ બદલાશે. કંપનીના અધિકારીઓના કહેવા મુજબ સરકારી તેલ કંપનીઓએ હવે પોતાના પેટ્રોલ પંપ ઉપર કિંમતો દર ૧૫ દિવસના બદલે દરરોજ બદલવાની તૈયારી કરી લીધી છે. તેલ કંપનીઓએ આ નિર્ણય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે થયેલી વાતચીત બાદ લીધો હતો. આ બેઠકમાં તેઓએ કંપનીઓના ટોચના કારોબારીઓને વહેલીતકે સમગ્ર દેશમાં કિંમતોની નવી વ્યવસ્થા લાગૂ કરવા માટે સૂચના આપી હતી. આ અગાઉ દરરોજ કિંમતોમાં ફેરફારની યોજનાને ગયા મહિને પાંચ શહેરોમાં અમલી કરવામાં આવી હતી જેમાં પુડ્ડુચેરી, વિશાખાપટ્ટનમ, ઉદયપુર અને જમશેદપુર અને ચંદીગઢનો સમાવેશ થાય છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી. પાંચ શહેરો ઉપરાંત સમગ્ર દેશમાં વર્તમાન સમયમાં તેલ કંપનીઓ ડિઝલ અને પટ્રોલની કિંમતોની સમીક્ષા દર ૧૫ દિવસમા કરી રહી હતી. આ કિંમતોની સમીક્ષા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોના આધાર પર કરવામાં આવી રહી હતી. પેટ્રોલ પંપના ઓટોમેશન અને વોટ્‌સએપ જેવા એપ આવ્યા બાદ હવે કંપનીઓ માટે ડિલરો સુધી તેલની કિંમતોની માહિતી પહોંચાડવાની બાબત ખુબ સરળ બની ગઈ જેથી દરરોજ કિંમતો નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતો હાલમાં એક મહિનામાં બે વખત સુધારવામાં આવી રહી હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતો હવે દરરોજ બદલશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વ્યવસ્થાને પાયલોટ સ્તર પર પહેલાથી જ લાગૂ કરી ચુકી છે. ઘણા વિકસિત દેશોમાં આ વ્યવસ્થા પહેલાથી જ અમલી છે જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજના આધાર પર બદલવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ ગ્રાહકો માટે કિંમત નક્કી કરવા યોગ્ય વ્યવસ્થા ગોઠવી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય લોકોને આના કારણે શરૂઆતમાં તકલીફ પડી શકે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભારતમાં વર્ષોથી અંકુશમુક્ત કરવામાં આવી ચુકી છે. આનો મતલબ એ થયો છે કે, માર્કેટ આધારિત રેટ નક્કી કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ફોરેન એક્સચેંજ રેટ અને વૈશ્વિક તેલ કિંમતના આધાર પર દર ૧૫ દિવસમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાલ નક્કી કરી રહી હતી. આ ત્રણ કંપનીઓ દેશભરમાં રિટેલ આઉટલેટ પૈકી ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. હજુ સુધી આ સંવેદનશીલ નિર્ણયના સંદર્ભમાં કોઇપણ પાર્ટી તરફથી પ્રતિક્રિયા કરવામાં આવી નથી પરંતુ આગામી દિવસોમાં આને લઇને ચોક્કસ વર્ગ તરફથી વિરોધ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નક્કી કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઇને સાવચેતી રાખવી પડશે. કારણ કે તેમાં દરરોજ નાના મોટા સુધારા આંતરરાષ્ટ્રીય ભાવ ઉપર આધારિત થતાં રહેશે.

Related posts

ईडी ने मनी लान्ड्रिंग मामले में 4 को किया गिरफ्तार

editor

पर्यावरण में योगदान देने योग्य फैशन के लिए परियोजना स्मृति ईरानी ने की शुरु

aapnugujarat

એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીની ધરપકડ માટે ઇન્કાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1