Aapnu Gujarat
ગુજરાત

કચ્છના મધ્યમ સિંચાઈના ૨૦ ડેમમાં માત્ર ૧૨ ટકા પાણી : રિપોર્ટ

કચ્છના મધ્ય સિચાઇના ૨૦ બંધમાં માત્ર ૧૨ ટાકા પાણીનો જથ્થો રહ્યો છે જે ચિતાજનક બાબત દેખાઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ છ ડેમ તળીયા ઝાટક છે. ત્રણ ડેમને બાદ કરતાં ૧૧ ડેમમાં માત્ર ૨૦ ટકા જેટલું સરેરાશ પાણી ખેતી ઉપર પાણીનું સંકટ ઉનાળાની સીઝનને ધ્યાને લઈ ત્રણ ડેમમાંથી પીવાનું પાણી આપવાની દરખાસ્ત કરી છે. કચ્છમાં છેલ્લે ત્રણેક વર્ષથી અપુરતાં વરસાદને કારણે સ્વાભાવિક પણે જ મોટાભાગનાં ડેમમાં નહીવત પાણી જાવા મળે. તેમાય મધ્યમ સિંચાઈનું મોજુદ ૨૦ ડેમમાંથી છ ડેમ તો સાવ તળીયા ઝાટક જાવા મળી રહ્યા છે. જ્યારે નર્મદાને કારણે ફતેહગઢ ડેમમાં ૧૦૦ ટકા પાણીને જથ્થો મોજુદ છે. આ સિવાય અન્ય બે ડેમમાં ૪૦ ટકા અને બાકીના તમામ ડેમમાં માત્ર ૨૦ ટકા જેટલું જ પાણી જાવા મળી રહ્યું છે. આ પાણી લેવલીંગથી નીચે હોવાને કારણે સિચાઈ માટે હયાત પાણીને જથ્થાનું વિતરણ કરવું શક્ય નથી તે જાતાં હાલની પરિÂસ્થતિને ધ્યાને લેવામાં આવે તો આ વખતે ઉનાળુ પાક ખેડુતોએ પોતાના પાણીનાં સ્થાનિક †ોત્ર પર જ આધાર રાખવો પડશે તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. આ બાબતે વધુ માહિતી આપતાં કચ્છ સિચાઈ વર્તુળના અધિકારી એનવી કોટકે જણાવ્યું હતું કે, કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદનું પ્રમાણ નહીંવત જાવા મળી રહ્યું છે. તો જે વિસ્તારમાં થોડો ધણો વરસાદ નોંધાયો છે, તે વિસ્તારનાં સંગ્રહસ્થાનેમાં પણ થોડો ધણો જ પાણીનો સંગ્રહ થવા પામ્યો છે, વળી આ પાણીનો જથ્થો માત્ર ત્રણેક ડેમમાં જે લેવલીંગથી થોડો ઉચો હોવાને કારણે સિંચાઈ માટે આપવું થોડુ ધણું શક્ય બનશે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મધ્યમ સિંચાઈના જીલ્લામાં કુલ ૨૦ ડેમ મોજુદ છે, તે તમામની મળીને કેપીસીટી કુલ ૩૩૨ મીલીયન છે, તેની સામે હયાત જથ્થો ૪૧ મીલીયન જાવા મળી રહ્યો છે. તેમાય છ ડેમો તો સાવ તળીયા ઝાટક જાવા મળી રહ્યા છે જ્યારે ત્રણેક ડેમોને બાદ કરતાં બાકીનાં ૧૧ ડેમમાં ૨૦ ટકા જેટલો જ સરેરાશ પાણીનો જથ્થો રહેલો છે.

Related posts

પંચમહાલમાં બોટ પલટી જતાં ચારના મોત

editor

છોટાઉદેપુર જિલ્લામાં કોન્ટેકટ ટ્રેસિંગ કમિટીની રચના કરાઇ.

editor

કેતન પટેલ કસ્ટોડિયલ ડેથમાં ત્રણ આરોપીને સાત દિવસના રિમાન્ડ મળ્યા

aapnugujarat

Leave a Comment

URL