Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસનાં નેતાએ રાહુલને કહ્યાં પપ્પુ થયા સસ્પેન્ડ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અત્યાર સુધી ભાજપ સહિત વિપક્ષના અનેક નેતાઓ કટાક્ષમાં પપ્પુ કરીને બોલાવતા જોવા મળ્યા હતાં. પરંતુ હવે કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતાએ વોટ્‌સએપ ગ્રુપમાં પાર્ટી ઉપાધ્યક્ષને પપ્પુ કહી દેતા હોબાળો મચ્યો છે. આ મેસેજ વાઈરલ થતા વિપક્ષી પાર્ટીઓ પણ કટાક્ષ કરવા લાગ્યાં.
મેરઠ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ વિનય પ્રધાને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા વોટ્‌સએપમાં એક મેસેજ નાખ્યો અને તેમને સાથ આપવાની અપીલ કરી. જો કે આ મેસેજમાં તેમણે રાહુલ ગાંધીને અનેકવાર પપ્પુનું સંબોધન કર્યું. આ વાત જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરને ખબર પડી તો તેમણે તરત કાર્યવાહી કરતા વિનય પ્રધાનને તમામ પદો પરથી હટાવી દઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા.
વિનય પ્રધાને રાહુલ ગાંધીના વખાણ કરતા સંદેશામાં લખ્યું હતું કે રાહુલ ગાંધી જેને દેશનો એક ભાગ પપ્પુના નામે જાણે છે. તમે જ જણાવો શું પપ્પુએ ક્યારેય મોંઘી ગાડીઓનો શોખ રાખ્યો? જ્યારે તેઓ રાખી શકે તેમ હતાં. ક્યારેય અંબાણી, અદાણી, માલ્યાની પાર્ટીઓમાં સામેલ નથી થયા, તેઓ હકીકતમાં થઈ શકે તેમ હતાં.
પપ્પુએ ક્યારેય શાનો શોકતનું પ્રદર્શન કર્યું? તેઓ કરી શકે તેમ હતાં. પપ્પુ મંત્રી અને વડાપ્રધાન પણ બની શકે તેમ હતાં પરંતુ શું બન્યાં? ના. મનમોહન સિંહ તો તેમને પીએમ બનાવવાનો ઈશારો કરી ચૂક્યા હતાં. પૂરા દસ વર્ષ અંબાણી, અદાણી પપ્પુને મળવા ઈચ્છતા રહ્યાં. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી સરકાર રહી અને પપ્પુના એક ઈશારે સરકારના મંત્રી તેમના કામ કરી શકતા હતાં પરંતુ પપ્પુએ અંબાણી, અદાણીને ૫ મિનિટનો પણ સમય ન આપ્યો.આ બાજુ કોંગ્રેસના કેટલાક નેતાઓનો આરોપ છે કે વિનય પ્રધાન બહુ જલદી ભાજપમાં જઈ શકે છે. આથી તેમણે આવી પોસ્ટ કરી. યુપીના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરનું કહેવું છે કે પાર્ટીના નેતાઓ દ્વારા કોઈ પણ પ્રકારની અનુશાસનહીનતા સહન કરવામાં નહીં આવે.

Related posts

ઉત્તર ભારતમાં સામાન્ય કરતા વધારે ગરમી પડશે

aapnugujarat

રાહુલ અને સોનિયા ગાંધીને ૧૦૦ કરોડ ચુકવવા ઈનકમ ટેક્સની નોટિસ

aapnugujarat

યુપીમાં યુરિયાની કિંમતમાં ૧૦ ટકા સુધી ઘટાડો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1