Aapnu Gujarat
બિઝનેસ

૧૨ ખાતાધારકો પાસે બેેંકોના ૨ લાખ કરોડ ફસાયા છેઃ આરબીઆઇ

રિઝર્વ બેેંકે એવા ૧૨ખાતાધારકો અંગે માહિતી મેળવી છે કે જેમની પાસે વિવિધ બેેંકોના કુલ બે લાખ કરોડ ફસાયા છે અને આ ખાતાધારકો પર ૫૦૦૦ કરોડથી વધુ રકમનું દેવું છે ત્યારે આરબીઆઈ આ અંગે જે તે બેેંકોને દેવાળું જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપે તેવી શક્યતા છે. તેથી આ મામલાને એનસીએલટીમાં પ્રાથમિકતા આપીને આગળ વધારવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેેંકોની એનપીએ એટલે કે નોન પર્ફોર્મિંંગ એસેટ આઠ લાખ કરોડ છે, જેમાંથી છ લાખ કરોડ સરકારી બેેંકના છે. આ દેવું લાંબા સમયથી ફસાયેલું છે અને તેની રિકવરી પણ થઈ શકતી નથી.

વધતી જતી એનપીએથી બેેંકોની હાલત કથળી રહી છે. તેથી આવું દેવું વસૂલવા હવે રિઝર્વ બેેંક આગળ આવી રહી છે, જેમાં તપાસ કરતાં આ માહિતી મળી છે જોકે આરબીઆઈએ આ ખાતાધારકનાં નામ જાહેર કર્યાં નથી, પરંતુ આવી રકમની વસૂલાત કરવા જે તે બેેંકને દેવાળિયા જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવશે.

આ ઉપરાંત આરબીઆઈ એનપીએની વ્યાખ્યામાં ફેરફાર કરી કેટલીક રાહત આપવાની દિશામાં પણ વિચારણા કરશે.જેમાં તેની મુદત હાલ ૯૦ દિવસ છે તેમાં વધારો કરવામાં આવી શકે તેમ છે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળી શકે તેમ છે.આ અંગે નાણાં રાજ્યપ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે આ અંગે હાલ આરબીઆઈ તપાસ કરી રહી છે. તેથી આ મુદે આગામી દિવસોમાં કોઈ નવા ફેરફાર થઈ શકે તેમ છે. જો મુદત લંબાવવામાં આવે તો તેનો જે તે ખાતાધારકને સીધો લાભ મળી શકશે.

Related posts

જીઓ સામે ટક્કર લેવા માટે એરટેલ ૧૬૫ અબજ મેળવશે

aapnugujarat

અમેરિકા ભારતને કરન્સી દેખરેખ યાદીમાંથી દૂર કરશે

aapnugujarat

બજેટમાં મહિલાઓને વધારે ટેક્સમાં રાહત મળવાની વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1