Aapnu Gujarat
રમતગમત

ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સની વચ્ચે આજે જંગ

હાઇ પ્રોફાઇલ ઇÂન્ડયન પ્રિમિયર લીગમાં આવતીકાલે રાજકોટ ખાતે ગુજરાત લાયન્સ એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે જારદાર જંગ ખેલાય તેવી શક્યતા છે. બન્ને ટીમો વધારે સારા દેખાવના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. બન્ને ટીમોના સ્ટાર ખેલાડી પર તમામ ચાહકોની નજર રહેશે. હજુ સુધી કોલક્તા નાઇટ રાઇડર્સનો દેખાવ અન્યો કરતા સારો રહ્યો છે. મેચનુ પ્રસારણ રાજકોટ ખાતેથી રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. રાજકોટ ખાતે તમામ તૈયારી મેચને લઇને કરવામાં આવી છે. ઈÂન્ડયન પ્રિમિયર લીગમાં કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો પાંચમી એપ્રિલથી શરૂ થઈ હતી. જે હવે ૧૪મી મે વચ્ચે રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. હાઈપ્રોફાઈલ ઈÂન્ડયન પ્રિમિયર લીગની મેચો પાંચમાં એપ્રિલથી શરૂ થયા બાદથી હજુ સુધી તમામ મેચો ખૂબ જ રોચક રહી છે. આ વખતે હજુ સુધી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝ હૈદરબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબનો દેખાવ શાનદાર રહ્યો છે. ઈÂન્ડયન પ્રિમિયર લીગમાં હજુ સુધી આ વખતે મુંબઈ ઈÂન્ડયન્સનો દેખાવ સૌથી શાનદાર રહ્યો છે. પાંચ મેચો પૈકી ચાર મેચ આ ટીમે જીતી લીધી છે જ્યારે એક મેચમાં હાર થઈ છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ચાર મેચો પૈકી ત્રણમાં જીત મેળવી છે અને એકમાં હાર થઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સૌથી પાછળના ક્રમ ઉપર છે. આ ટીમે પાંચ પૈકી માત્ર એક મેચમાં જીત મેળવી છે અને તેની ચારમાં હાર થઈ છે. મહેન્દ્રસિંહ ધોની અને સ્ટીવ સ્મીથ જેવા ખેલાડીઓ ધરાવતી ટીમ પણ ખૂબ પાછળ છે તેની પાંચમાંથી બેમાં જીત થઈ છે અને ત્રણમાં હાર થઈ છે. બન્ને ટીમો લડાયક મુડમાં દેખાઇ રહી છે.

Related posts

ICC तय करेगी कि पिच सही थी या नहीं : रूट

editor

रोहित ने आईपीएल के सुरक्षित और सफल आयोजन के लिए बीसीसीआई को सराहा

editor

पृथ्वी शॉ पर कार्रवाई में हमारी तरफ से देरी नहीं : BCCI

aapnugujarat

Leave a Comment

URL