Aapnu Gujarat
Uncategorized

વિઠ્ઠલ રાદડિયાના સાત વર્ષીય પૌત્રનું બ્રેઇન ટ્યૂમરથી રાજકોટમાં મોત

વિઠ્ઠલ રાદડિયાના પૌત્ર અને જયેશ રાદડિયાના ભત્રીજા રાહી કલ્પેશભાઇ રાદડિયાનું ૭ વર્ષની ઉંમરે બ્રેઇન ટ્યૂમરથી રાજકોટની હોસ્પિટલમાં મોત થયું છે. રાહીના મૃતદેહને જામકંડોરણા લઇ જવામાં આવશે અને ત્યાં જ અંતિમક્રિયા કરવામાં આવનાર છે. રાહીને દેશ-વિદેશમાં પણ સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતા આજે બપોર પછી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. રાહીના પિતા કલ્પેશભાઇનું ૨૮ વર્ષની ઉંમરે ૧૧ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ આકસ્મિક મોત થયું હતું. વિઠ્ઠલભાઇ હજુ પુત્રના મોતના આઘાતમાંથી બહાર આવ્યા હતા ત્યાં જ પૌત્રના મોતને લઇ ફરી આઘાતમાં સરી પડ્યા છે. રાહીના મોતથી રાદડિયા પરિવારમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. રાહી વિઠ્ઠલભાઇ સાથે જ રહેતો હતો. રાહીને બ્રેઇન ટ્યુમર હોવાનું નિદાન થતા રાદડિયા પરિવારે અમેરિકા માં વિશ્વના શ્રેષ્ઠ ડોક્ટરો પાસે તેમની સારવાર કરાવી હતી. અમદાવાદ અને સુરતમાં પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. છેલ્લે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતા આજે બપોરે તેનું મોત નિપજ્યું હતું. વિઠ્ઠલભાઇ અને જયેશભાઇ સહિતના પરિવારજનો રાજકોટ પહોંચી ગયા હતા.વિઠ્ઠલભાઇના પુત્ર કલ્પેશના મોત બાદ પુત્રવધૂ મનિષાબેનના લગ્ન સુરત રહેતા હાર્દિક સાથે કર્યા હતા. પતિ સાથે સુરત સ્થાયી થયેલા મનિષાબેન રાદડિયા પરિવાર સાથે જ જોડાયેલા છે. તેઓ અવારનવાર પુત્રને મળવા આવતા હતા. પુત્ર કલ્પેશનું આકસ્મિક મોત થતા પુત્રવધૂ મનિષાબેન અને પૌત્ર-પૌત્રીને જોઇ વિઠ્ઠલભાઇ હંમેશા ગમગીન રહેતા હતા. આથી તેણે પુત્રવધૂના પુર્નલગ્ન કરાવી સમાજને પ્રેરણા આપતું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં પિતા બની ૧૦૦ કરોડની સંપતી કન્યાદાનમાં આપી હતી.પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના નાના પુત્ર કલ્પેશનું જાન્યુઆરી ૨૦૧૪માં આકસ્મિક મૃત્યુ નીપજ્યું હતું. આથી તેની પત્ની મનિષા, પુત્ર અને પુત્રી નોધારા બન્યા હતા. વિઠ્ઠલભાઇ તેમને જોતા હતા ત્યારે એક જ ચિંતા કોરી ખાતી હતી કે, આ ત્રણેયના ભવિષ્યનું શું? અંતે સમાજના આગેવાનો અને નજીકના મિત્રોની સલાહ લીધા બાદ તેમણે પુત્રવધૂને પરણાવવાનો નિર્ણય લીધો હતો. જામકંડોરણાની બાજુમાં આવેલા નાનકડાં એવા જસાપર ગામમાં રહેતા અને બકાલુ વેચતા ચોવટિયા પરિવારમાં પુત્રવધૂને પરણાવવાનો નિર્ણય કરાયો. જેમની સાથે પુત્રવધૂને પરણાવવાનો વિઠ્ઠલભાઇએ નિર્ણય લીધો છે તે હાર્દિક સુરતમાં વિઠ્ઠલભાઇના પુત્ર લલિતભાઇના કર્મચારી છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં જામકંડોરણામાં લગ્નની વિધિ કરી હતી

Related posts

૨૦૧૭ ઝોન  કક્ષા સ્પર્ધા રાજકોટ જિલ્લાની ખો-ખો સ્પર્ધા ૨૯મી ઓગષ્ટથી શરૂ

aapnugujarat

વેરાવળની દિકરી ચીફ ઓફિસર બનતા સન્માન કરાયુ

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે 73માં ગણતંત્ર દિવસની કરવામાં આવી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1