કેન્દ્ર સરકાર દેશના તમામ જિલ્લાઓની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહ્યું છે જેના ભાગરૂપે દેશના તમામ ૮૦૦ જિલ્લામાં આગામી બે વર્ષની અંદર પાસપોર્ટ બનાવવાની સુવિદ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે.વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે કહ્યું કે, આ વર્ષે ૧૫૦ પોષ્ટ ઓફિસ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે.
બે વર્ષની અંદર તમામ ૮૦૦ મુખ્ય પોષ્ટ ઓફિસોમાં આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે એ ખાતરી કરવાનો નિર્ણય લીધો છે કે, કોઇ પણ નાગરિકને પાસપોર્ટ માટે દૂર સુધી જવું ન પડે. આજે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો પાસપોર્ટ સંબંધી સમસ્યાઓના નિવારણ માટે દૂર-દૂર સુધી જવા માટે મજબૂર છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના અમલીકરણ માટે વિદેશ મંત્રાલય અને પોસ્ટ ઓફિસ વિભાગ મળીને કામ કરી રહ્યું છે.
દેશના અલગ-અલગ વિસ્તારની મુખ્ય પોસ્ટ ઓફિસોમાં પહેલાથી કેટલીક જગ્યા પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે બજેટમાં કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આ યોજનાની જાહેરાત કરી હતી. આ સુવિદ્યા દેશના તમામ જિલ્લાની પોષ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે જેના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં જ પાસપોર્ટની અરજીઓને પ્રોસેસ કરીને ડિલીવરી કરવામાં આવશે. આ માટે વિદેશ મંત્રાલય પાસપોર્ટ એક્ટ હેઠળ મળનાર અધિકાર પોસ્ટ ઓફિસ વિભાગની સાથે શેર કરી રહ્યું છે.