Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેતી કરવા ઉપર પણ લાગશે ટેકસ

૧લી જુલાઇથી લાગુ થનારા જીએસટીથી ખેડુતો ઉપર પણ માઠી અસર થવાની છે. અત્યાર સુધી ખેડુતોને થતી કોઇપણ પ્રકારની આવક ઉપર ટેકસ નથી લાગતો પરંતુ જીએસટીમાં આના માટે જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ફકત એવા ખેડુતોને રાહત આપી છે જેઓ ખુદ ખેતી કરે છે અને તેનાથી થતી ઉપજને બજારમાં વેચે છે.કેન્દ્ર સરકારે એવા ખેડુતોને હવે સાણસામાં લીધા છે જેઓ ખુદ તો ખેતી નથી કરતા પરંતુ પોતાની ખેતીને વર્ષના હિસાબથી બીજાને કોન્ટ્રેકટ ફાર્મીંગ પર આપી દેતા હોય છે. આવા ખેડુતોએ ૧૮ ટકાના હિસાબથી ટેકસ આપવો પડશે. સાથોસાથ આવા ખેડુતોએ જીએસટી હેઠળ પોતાનુ રજીસ્ટ્રેશન પણ કરાવવુ પડશે એટલુ જ નહી તેઓએ પણ વેપારીઓની જેમ દર વર્ષે ૩૭ રીટર્ન પણ ફાઇલ કરવા પડશે.સમગ્ર દેશમાં એવા લાખો ખેડુતો છે જેમની પાસે ર થી ૩ એકરથી વધુની ખેતી છે. આવા ખેડુતો કાયમ પોતાની જમીનને ખેતી માટે કોઇ કંપનીને કોન્ટ્રાકટ ઉપર આપી દેતા હોય છે. આનાથી ખેડુતોને વર્ષ પુરૂ થયે એક નિશ્ચિત રકમ મળી જતી હોય છે અને કોઇપણ પ્રકારની કોસ્ટ પણ લાગતી નથી.સરકારે એવુ પણ નક્કી કર્યુ છે કે જે ખેડુતો પોતાના શાકભાજી કે અન્ય ઉપજને ખુલ્લા માર્કેટમાં વેચતા હોય તેમના ઉપર કોઇ ટેકસ ન લગાડવો પરંતુ જો આ પાકને કે ઉપજને કોઇ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે તો પ ટકાનો ટેકસ લાગશે.સરકારે સ્પષ્ટ કર્યુ છે કે ડેરી બીઝનેસ, મરઘી પાલન, ઘેટા-બકરા પાલન કરનારા પણ જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા છે. જીએસટીમાં તાજુ દુધ વેચવા પર કોઇપણ પ્રકારનો ટેકસ નહી લાગે પરંતુ દુધ પાવડર અને ટેટ્રા પેકમાં વેચાતા દુધ પર પ ટકા ટેકસ લાગશે.

Related posts

કોરોનાના કેસ ૩ કરોડને પાર : ભારત વિશ્વમાં બીજા ક્રમે

editor

વડાપ્રધાન મોદી રાફેલની દલાલીના પૈસા ધારાસભ્ય ખરીદવામાં લગાવ્યા છે : કેજરીવાલ

aapnugujarat

સપ્ટેમ્બરમાં દરરોજ આવી શકે છે ૪ લાખ કોરોના કેસ : નીતિ આયોગ

editor

Leave a Comment

UA-96247877-1