Aapnu Gujarat
રાષ્ટ્રીય

મીડિયાએ મોદી પાસેથી મારા નામની સોપારી લીધી છે : લાલૂ યાદવ

રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ આજે રાષ્ટ્રપતિ ઉમેદવાર પર નિર્ણય માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા બોલાવાયેલી બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા.
મળતી માહિતી અનુસાર અહીં એરપોર્ટ પર પત્રકારોએ જ્યારે તેમને બેનામી સંપત્તિ અને ગોટાળા અંગે સવાલ કર્યો તો તેઓ ભડકી ઉઠ્યા. લાલુએ ગુસ્સામાં કહ્યું કે તમે લોકો વડાપ્રધાન મોદીની સોપારી લીધી છે, જે તેમની ભાષા બોલો છો.આટલું જ નહી પત્રકારોએ જ્યારે તેમને પુછ્યું કે ઉદય લાલ ચૌધરી અને ગેંગસ્ટર શહાબુદ્દીન સાથે તેમનાં શું સંબંધ છે ? તો લાલુ ગૂસ્સો ચરમ પર પહોંચી ગયો અને તેમણે કહ્યું કે હાં તિહાડ જેલમાં રહેલ મોહમ્મદ શહાબુદ્દીન સાથે પણ મારી મિત્રતા છે. નોંધનીય છેકે લાલૂ પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે.હવે આવકવેરા વિભાગે દિલ્હીમાં આવેલ તેમની કથિત બેનામી સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. જેની કિંમત ૫૦ કરોડ રૂપિયા કરતા પણ વધારે હોવાનું જણાવાઇ રહ્યું છે. ઉપરાંત ભ્રષ્ટાચાર ઉન્મુલન કાયદા હેઠળ બિહારનાં ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને તેમનાં ભાઇ બહેનની વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

Related posts

પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતાની હત્યા

aapnugujarat

PoK से आए 5300 परिवारों को 5.5 लाख की केंद्रीय मदद देगी सरकार

aapnugujarat

शरद का पावर बरकरार, अजित ने इस्तीफा दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1