Aapnu Gujarat
રાષ્ટ્રીય

તમિલનાડુ કટોકટી : શશીકલા ગ્રુપના લીડરો બળવાના મૂડમાં

તમિલનાડુમાં અન્નાદ્રમુકના લીડર જયલલિતાના અવસાન બાદથી પાર્ટીમાં કટોકટીનો દોર યથાવત રીતે જારી રહ્યો છે. બે ગ્રુપ આ પાર્ટીમાં પડી ગયા છે જે પૈકી એક ટીમ શશીકલાની સાથે છે જ્યારે બીજી ટીમ પન્નીરસેલ્વમની સાથે દેખાઈ રહી છે. પન્નીરસેલ્વમ કેમ્પમાં રહેલા સૂત્રોએ કહ્યું છે કે શશીકલા સાથે જાડાયેલા લોકો પન્નીરસેલ્વમ કેમ્પમાં આવી રહ્યા છે. પન્નીરસેલ્વમે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે અન્નાદ્રમુકના સ્થાપક એમજીની ભવ્ય ઉજવણી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. જે પ્રસંગે સેમીનાર, કવિતા, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. અન્નાદ્રમુકને લઈને વરિષ્ઠ પ્રધાનો અને નેતાઓ પન્નીરસેલ્વમ કેમ્પમાં આવી શકે છે. પન્નીરસેલ્વના વફાદારોને આશા છે કે હાલમાં જ આઈટીના દરોડા પડ્યા બાદ તથા શશીકલા કેમ્પમાં વિભાજન થયા બાદ વધુ લોકો પન્નીરસેલ્વમ કેમ્પમાં આવી શકે છે. આજે પૂર્વ મુખ્યમંત્રી તેમના વતન શહેરમાં પહોંચ્યા હતા. પીઢ નેતા મધુસુદન, પૂર્વ પ્રધાન કે.પાંડુરાજન અને અન્ય કેટલાક નેતાઓ રવિવારના દિવસે યોજાયેલી બેઠકમાં ઉપÂસ્થત રહ્યા હતા. ટીટીવી દિનાકરણ કેમ્પમાં અડધો બળવો થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આની સાથે જ તમિલનાડુમાં પલામીસ્વામી સરકારની Âસ્થરતા સામે ખતરો ઉભો થઈ ગયો છે. વીકે શશીકલા પરિવારમાં ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે. પન્નીરસેલ્વમે હરીફ જુથનું નેતૃત્વ કરીને રવિવારે તેમના આવાસ ઉપર મહત્વની બેઠક બોલાવી હતી. તમિલનાડુમાં રાજકીય કટોકટી વધવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે બુધવાર સુધીમાં મોટી જાહેરાત થઈ શકે છે. કેટલાક વરિષ્ઠ પ્રધાનો અને અન્ય નેતાઓ જે શશીકલા ગ્રુપમાં છે તે લોકો પન્નીરસેલ્વમ ગ્રુપમાં સામેલ થઈ શકે છે. નામ જાહેર નહીં કરવાની શરતે સૂત્રોએ કહ્યું છે કે પન્નીરસેલ્વમ જૂથને વિશ્વાસ છે કે શશીકલાના પરિવારના સભ્યોને પાર્ટીમાં રાખવામાં આવશે નહીં. ભાવિ પગલાં યોજના પર ગઈકાલે ચર્ચા થઈ હતી.

Related posts

153 देशों की GDP से ज्यादा बड़ी है मुकेश अंबानी की RIL

aapnugujarat

સ્વિસ બેંકમાં રહેલાં કાળાધન વિશે જાણકારી આપવાનો સરકારે કર્યો ઈનકાર

aapnugujarat

माल्या के प्रत्यर्पण को लेकर केंद्र ने SC से कहा- ब्रिटेन में चल रही गुप्त कार्रवाई की जानकारी नहीं

editor

Leave a Comment

URL