Aapnu Gujarat
ગુજરાત

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દ્વારા ભગવા ડસ્ટબિન વહેંચાયા છે

અમદાવાદ શહેરમાંથી રોજ નીકળતા ૪૨૦૦ મેટ્રીક ટન ઘન કચરાના ઝડપથી નિકાલ કરવા માટે મેયર દ્વારા ભીનો કચરો અને સુકો કચરો અલગ તારવવા માટે લોકોને વાદળી અને લીલા રંગના ડસ્ટબિનનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દ્વારા તેમના મત વિસ્તારમાં ભગવા કલરના ડસ્ટબિનની વહેંચણી કરવામાં આવતા વધુ એક વખત વિવાદ સર્જાવા પામ્યો છે.આ અંગે મળતી માહીતી અનુસાર,સ્વચ્છ ભારત અભિયાન પ્રોજેકટ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને સંસ્થાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બે કલરના ડસ્ટબિનની વહેંચણી ગત ૫ જુનથી શરૂ કરવામાં આવી છે.પર્યાવરણ દિને શહેરના મેયર ગૌતમ શાહે શહેરીજનોને ઘન કચરાના ઝડપી નિકાલ માટે વાદળી અને લીલા એમ બે કલરના ડસ્ટબિનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.પરંતુ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દ્વારા કરવામાં આવેલી અપીલનો તેમના પક્ષના જ કોર્પોરેટરો અને ધારાસભ્યો દ્વારા ફિયાસ્કો કરવામાં આવી રહ્યો છે.નરોડા વોર્ડના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય એવા ગીરીશ પ્રજાપતિ દ્વારા તેમના વોર્ડમાં રહીશોને ભગવા રંગના ડસ્ટબિનની વહેંચણી કરીને આવનારા સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી રહી છે તે પહેલા આડકતરી રીતે ભાજપનો પ્રચાર ભગવા રંગના ડસ્ટબિન આપીને કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે.આ ઉપરાંત પણ શહેરના અનેક વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યો દ્વારા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મોટી સંખ્યામાં ડસ્ટબિન મંગાવીને તેને ભગવો રંગ કરાવ્યા બાદ તેમના વોર્ડના રહીશોને વહેંચવામાં આવી રહ્યા છે.શહેરના મેયર ગૌતમ શાહ સામે આ અંગે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી.તે સમયે તેમણે પ્રતિક્રીયા આપી હતી કે આમ કરવું યોગ્ય નથી હુ હવે પછી આમ ન બને એ માટે જરૂરી સુચના આપુ છુ.મેયરે સુચના આપ્યા બાદ પણ તેમના જ પક્ષના કોર્પોરેટરો દ્વારા તેમના આદેશોની ધરાર અવગણના કરીને ભગવા રંગના ડસ્ટબિન કોઈ પણ પ્રકારની લાજ કે શરમ રાખ્યા વગર વહેંચવામાં આવી રહ્યા છે.આ બાબત સુચવે છે કે મેયરનો પક્ષ ઉપર કોઈ કમાન્ડ રહ્યો હોય એમ દેખાતુ નથી.

Related posts

૪૭ કરોડથી વધુ ચો.મી. ગૌચર જમીનો ઉપર ગેરકાયદે દબાણ

aapnugujarat

અમદાવાદમાં પણ ટ્રાવેલ્સની બસોને શહેરમાં પ્રવેશના સમયમાં ફેરફારની માંગ

aapnugujarat

પતંગમાં ૨૫ અને દોરીના ભાવમાં ૨૦%નો વધારો

editor

Leave a Comment

UA-96247877-1