Aapnu Gujarat
ગુજરાત

વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા વેપારીઓ- જાગૃત નાગરિકોની પ્રબળ માંગ , રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સમા એક સમયના ‘વાયા વિરમગામ’ને નેતાઓ બાયપાસ વિરમગામમાં પરિવર્તન કરી ચૂક્યા છે. ઐતિહાસિક શહેરે સ્વતંત્ર આંદોલન અને સત્યાગ્રહમાં વિરમગામે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના ૬૫ વર્ષો બાદ પણ શહેરની પ્રજાને અનેક નેતાઓના ઠાલાં વચનો સિવાય કાંઈ જ મળ્યું નથી. અનેક ધારાસભ્યો અને સાંસદો અહીં આવ્યા અને ચાલ્યા પણ ગયા, પરંતુ વિરમગામ શહેરનો કાંઈ જ વિકાસ દેખાઈ રહ્યો નથી. વર્ષો બાદ પણ ગામ જૈસે થે તૈસે થેની પરિસ્થિતિમાં વિકાસની રાહ જોઈ રહ્યું છે અને વિરમગામ દિવસે ને દિવસે વિકાસ વગર પછડાટ ખાઈ રહ્યું છે.

વિરમગામઐતિહાસિકતા ધરાવવા સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની મધ્યમાં આવતું શહેર છે. વિરમગામ રેલ્વે સ્ટેશન એક મહત્વનું જંકશન છે. છેલ્લા 20 વર્ષથી વિરમગામને જિલ્લો જાહેર કરવા અનેક રાજકીય પક્ષો, મહાનુભાવો, ધારા સભ્યો-સંસદ સભ્યો, અને રાજ્ય સરકારો આશ્વાસન આપતા રહે છે કે ટૂંક સમયમાં વિરમગામને જિલ્લો જાહેર કરવામાં આવશે.

આવા ઠાલા વચનોથી ભોળવાઈ જતી વિરમગામ પંથકની જનતામાં હવે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. વિરમગામને જિલ્લો જાહેર કરો અને ગતિશીલ ગુજરાત સાથે ગતિશીલ વિરમગામ પણ બનાવો જેના માટે વિરમગામ શહેર તથા પંથકના નાગરિકો દ્વારા વિરમગામ શહેર અને પંથકમાં વિરમગામ જિલ્લા આયોજન સમિતિ રચી લોક જાગૃતિની ચળવળ શરૂ કરવામાં આવી છે.આજરોજ વિરમગામ જીલ્લા આયોજન સમિતિ દ્વારા વિરમગામ ને જિલ્લા નો દરજ્જા ની પ્રબળ માંગ સાથે શહેર ના મુનસર રોડ થી તાલુકા સેવા સદન સુઘી બેનરોસાથે વિશાળ યોજી મુખ્યમંત્રી ને અનુલક્ષીને નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું છે. આવેદનપત્ર માં જણાવાયું છે કે ઐતિહાસિક શહેર સ્વતંત્રતા અને સત્યાગ્રહ મા ખૂબજ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદી ના આટલા બધા વર્ષો બાદ પણ વિકાસ ની સાથે જિલ્લાની વંચિત રાખી હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે.

ભૌગોલિક રીતે વિરમગામ શહેર ગુજરાત નું હાર્ટ સમાન છે.જ્યાં સૌરાષ્ટ્ર,કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાત એમ બીલકુલ મઘ્ય મા અને અવરજવર માટે ખૂબજ સરળ રહે છે.વિરમગામ ની આજુબાજુ માંડલ, દેત્રોજ, રામપુરા,પાટડી, દશાડા, અને નળકાંઠાના 50 જેટલાં ગામડાઓ  ની વચ્ચે વિરમગામ જિલ્લો બનાવવા માટે અનુકુળ છે.

હાલ મા પ્રાંત કચેરી કાર્યરત છે. જ્યાં બીજી જિલ્લાની સામ્યતા ઘરાવતુ કાર્યાલય પણ સમાવેશ થાય તેમ છે. ઉલ્લેખનીય છે કે આ આવેદન ના તમામ મુદ્દાઓ નો મુખ્ય હેતું વિરમગામ ને જિલ્લા નો દરજ્જો આપવા માટે નો છે.આની સાથે વિરમગામ નજીક ના ગ્રામ્ય વિસ્તારોના આશરે  જેટલા સરપંચો ની લેખીત પણ જિલ્લાની માંગણી સાથે રજુઆત કરી છે. વઘુ મા છેલ્લે આવેદન પત્ર મા જણાવ્યું છેકે વિરમગામ તાલુકા ને જિલ્લા નો દરજ્જો આપવા માટે  દિવસ 15 મા રાજ્ય સરકાર દ્વારા કોઇ હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો વિરમગામ, માંડલ દેત્રોજ, પાટડી, રેલી, ઉપવાસ, ઘરણા સહિત ના કાર્યક્રમો તેમજ ગામને સ્વયંભૂ બંઘ પાળી શાંતીપૂર્ણ વિરોઘ નોઘાવવામા આવશે.

આ રેલી માં આ વિરમગામ જિલ્લા આયોજન સહિત માં ચંદુસિંહ દરબાર, ગૌરવ વી. શાહ, આશિષ જે. ગુપ્તા, રણછોડ પી. જાદવ, જયપ્રકાશ પી. મચ્છર, વિજયસિંહ ચાવડા સહિત વિરમગામ વેપારી મંડળો, વિવિધ સંસ્થાઓ, ગામના વરિષ્ઠ નાગરિકો, ગ્રામ્ય સરપંચો, કાઉન્સિલરો, ડોક્ટરો, વકીલો વિશાળ સંખ્યામાં જોડાયાં હતા.

રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ

Related posts

म्युनिसिपल द्वारा घोषित किए गए हीट एक्शन प्लान का ७५ प्रतिशत कार्य सिर्फ कागज पर रहा

aapnugujarat

સરદાર સરોવર ડેમમાં પાણીનું લેવલ ૧૧૦.૫૧ મીટરથી ઘટીને ૧૦૮.૨૬ મીટર થઈ ગયું

aapnugujarat

વિરમગામ શહેરમાં વરસાદથી અસહ્ય ગંદકી : શાકમાર્કેટનાં વેપારીઓએ હોબાળો મચાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1