Aapnu Gujarat
રાષ્ટ્રીય

સત્તાવાર ભાષા પર સમિતીની ભલામણને રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકારાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે હિન્દીમાં જ ભાષણ આપે છે. તેમના પ્રધાનમંડળના મોટા ભાગના સભ્યો પણ હિન્દીમાં ભાષણ આપે છે. હવે તમામ લોકો અને રાષ્ટ્રપતિને પણ આ દિશામાં જ આગળ વધવુ પડશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સત્તાવાર ભાષા પર સંસદની સમિતીની એવા ભલામણને સ્વાકારી લીધી છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ અને એવા તમામ પ્રધાનો અને અધિકારીઓએ હિન્દી ભાષામાં જ ભાષણ આપવુ જાઇઅ અથવા તો નિવેદન કરવા જાઇએ જે હિન્દી બોલી શકે છે અથવા તો વાંચી શકે છે. આ સમિતીએ હિન્દી ભાષાને વધારે લોકપ્રિય બનાવવા માટેના તરીકા પર છ વર્ષ પહેલા ૧૧૭ ભલામણ કરી હતી. આ તમામ ભલામણના મામલે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોની સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની અવધિ જુલાઇ મહિનામાં પૂર્ણ થઇ રહી છે. જા આ નિર્ણયને અમલી કરવામાં આવશે તો આગામી રાષ્ટ્રપતિને માત્ર હિન્દીમાં જ ભાષણ આપવાની ફરજ પડી શકે છે. રાષ્ટ્રપતિના જાહેરનામાને તમામ મંત્રાલય, રાજ્યો અને વડાપ્રધાનની કચેરીની પાસે અમલીકરણ માટે મોકલી દેવામાં આવ્યુ છે. પ્રણવ મુખર્જીએ અન્ય કેટલીક ભલામણને પણ સ્વીકારી લીધી છે. તેમાં એર ઇÂન્ડયાની ટિકિટ પર હિન્દીના ઉપયોગ કરવા, એર ઇÂન્ડયાના વિમાનોમાં અડધાથી વધારે હિન્દી મેગેઝીન આપવાની ભલામણનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની ઓફિસોમાં અગ્રેજીની તુલનામાં હિન્દીના પત્ર, મેગેઝીનો અને પુસ્તકો વધારે પ્રમાણમાં ખરીદવાની વાત પણ કરવામાં આવી છે. સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે તમામ વિમાનોમાં યાત્રીઓ માટે હિન્દીના મેગેઝીન રહે તે જરૂરી છે. જા કે રાષ્ટ્રપતિએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કહ્યુ છે કે આ ભલામણ માત્ર સરકારી એર લાઇન્સ સુધી મર્યાદિત રાખવી જાઇએ.

Related posts

ભારતની સબમરીન પર ઘુસણખોરી કરવાનો પાકિસ્તાને આક્ષેપ લગાવ્યો

aapnugujarat

मंदसौर हिंसाः कांग्रेस एमएलए शकुंतला पर एफआईआर दर्ज

aapnugujarat

પેટ્રોલ અને ડીઝલ કિંમતમાં સતત પાંચમાં દિવસે ઘટાડો

aapnugujarat

Leave a Comment

URL