Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતોને રાહત : ટુંકાગાળાની પાક લોન સાત ટકાના દરે જારી રહેશે

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન વચ્ચે સરકારે આજે ખેડૂતોને આપવામાં આવેલી રાહતોને વધુ લંબાવી હતી. ટૂંકાગાળાની પાક લોન ૭ ટકાના વ્યાજદરે જારી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ખેડૂતોએ સમયસર લોનની ચુકવણી કરી છે તેમને વ્યાજમાં ત્રણ ટકા વધુ છુટ મળશે. એટલે કે ચાર ટકા પર પાક લોન લઇ શકશે. હાલ બેંકો ખેડૂતોને નવ ટકા વ્યાજદરે કૃષિ લોન આપે છે. ટુંકાગાળાની પાક લોન સમયસર ચુકવણી કરનારને ચાર ટકા ઉપર લોન મળશે. કેબિનેટે વર્તમાન નાણાંકીય વર્ષમાં ૨૦૩૩૯ કરોડના કુલ ખર્ચને બહાલી આપવામાં આવી છે. ખેડૂતોને સાત ટકાના સબસિડી વ્યાજદરે ત્રણ લાખ સુધીની ટુંકા ગાળાની લોનને જારી રાખવાની જાહેરાત કરી છે. સાથે સાથે વર્ષ ૨૦૧૭-૧૮ માટે બેંકોને સબસિડી જારી રાખવા માટે કહ્યું છે. ખેડૂતોને ટૂંકા ગાળાની લોન ફરી ચુકવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક મળી હતી જેમાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે વ્યાજ સ્કીમને લીલીઝંડી આપવામાં આવી હતી. વર્તમાન નાણાંકીય વર્ષ માટે ૨૦૩૩૯ કરોડ રૂપિયાના કુલ ખર્ચને મંજુરી આપી હતી. ટુકાગાળાની ત્રણ લાખ રૂપિયાની લોનને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાર ટકાના વ્યાજદરથી ખેડૂતો આને ચુકવી શકશે. વચગાળાના પગલામાં રિઝર્વ બેંકે ગયા મહિને ટુંકા ગાળાની પાક લોન ઉપર વ્યાજ પર છુટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. કેબિનેટે વ્યાજમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના જુદા જુદા રાજ્યોમાં રાહતોની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં કૃષિ ક્રેડિટનો ટાર્ગેટ વર્ષ ૨૦૧૬-૧૭માં નવ લાખથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ કેબિનેટે ફાઈનાન્સિયલ સેક્ટરમાં બેંકરપ્સીને હાથ ધરનાર નવા બિલને પણ લીલીઝંડી આપી દીધી છે. બેંક, વિમા, ફાઈનાન્સિયલ કંપનીઓમાં બેંકરપ્સીમાં કામ કરવા રિઝ્‌યુલેશન કોર્પોરેશનની રચના માટે પાર્લામેન્ટમાં એક બિલ રજૂ કરવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આને મંજુરી આપી દેવામાં આવી છે. દરખાસ્તને લઇને સર્વસંમતિ સાધવામાં આવી છે. નિવેદનમાં જણાવ્યા મુજબ આ બિલ ઘડી કાઢવામાં આવ્યા બાદ રિઝોલ્યુશન કોર્પોરેશનની રચના માટેનો માર્ગ મોકળો થશે. ખેડૂતોને લઇને રાહત આપવાના પ્રયાસ થઇ રહ્યા છે.
ખેડૂતોને ટૂંકાગાળાની પાક લોનમાં રાહત અપાઈ રહી છે. ચુકવણીનો ગાળો યથાવત રાખવામાં આવી રહ્યો છે. ખેડૂતો નારાજ થયેલા છે ત્યારે એકબાજુ તેમના દ્વારા તેમની પેદાશો બદલ વાજબી કિંમતની માંગ કરાઈ રહી છે. બીજી બાજુ ખેડૂતો અન્ય મુદ્દાઓને લઇને પણ નારાજ દેખાઈ રહ્યા છે. લઘુત્તમ સમર્થન મુલ્યને લઇને પણ ખેડૂતો નારાજ છે.

Related posts

પત્નીને પરાણે પતિ સાથે રહેવા મજબૂર ના કરી શકાય : સુપ્રિમ

editor

પોલીસ અધિકારીઓ સરકાર બદલાતા તેમની સામે પગલાં લેવાય છે : સુપ્રીમ

editor

Covid-19: ‘Gujarat model exposed’ RaGa slams Centre

editor

Leave a Comment

UA-96247877-1