Aapnu Gujarat
મનોરંજન

પ્રભાસ અને સલમાનને એક સાથે ચમકાવવા તૈયાારી

બાહુબલી સિરિઝની ફિલ્મને રેકોર્ડ સફળતા મળ્યા બાદ દક્ષિણ ભારતના સુપરસ્ટાર પ્રભાસ સાથે કામ કરવા માટે હિન્દી ફિલ્મ નિર્માતા ખુબ ઉત્સુક દેખાઇ રહ્યા છે. હવે એવી ચર્ચા શરૂ થઇ છે કે પ્રભાસને લઇન મોટી ફિલ્મ બનાવવા માટે રોહિત શેટ્ટીએ તૈયારી હાથ ધરી છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે સાથે દબંગ સ્ટાર સલમાન ખાનને પણ ચમકાવવામાં આવનાર છે. બન્નેને મોટી ભૂમિકા આપવા રોહિત શેટ્ટી વિચારી રહ્યા છે. રોહિત શટ્ટી એક્શન ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ સલમાન અને પ્રભાસ હવે એક સાથે જોવા મળી શકે છે. જો બોલિવુડના લોકપ્રિ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી બન્નેને સાથે લઇને ફિલ્મ બનાવવા સફળ રહેશે તો જંગી નાણાં પાણીની જેમ નાંખવા પડી શકે છે. જો અફવા પર વિશ્વાસ કરવામાં આવે તો પ્રભાસ ૮૦ કરોડ રૂપિયા ચાર્જ લઇ રહ્યો છે. પ્રભાસના બોલિવુડ પ્રવેશને લઇને ચર્ચા છે. નિર્માતા નિર્દેશક કરણ જોહર પણ પ્રભાસની સાથે ફિલ્મ બનાવવા વિચારી રહ્યા છે. જો કે છેલ્લે આ બાબત અફવા સાબિત થઇ હતી. બાહુબલીમાં શાનદાર એન્ટ્રી બાદ તેની બોલબાલા દેખાઇ રહી છે. બીજી બાજુ મળેલી માહિતી મુજબ પ્રભાસ પોતાની આગામી ફિલ્મ જે દક્ષિણ ભારતની છે તે સાહુ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. આ ફિલ્મમાં તે બાહુબલી ફિલ્મની અભિનેત્રી અનુશ્કા શેટી જ કામ કરનાર છે. જો કે અભિનેત્રીને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. નિર્દેશક સુજીત ૧૫૦ કરોડના બજેટ સાથે આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. સલમાન અને પ્રભાસ તરફથી રોહિત શેટ્ટીની ફિલ્મને લઇને કોઇ વાત કરવામાં આવી નથી. બન્ને હાલના સૌથી મોટા સ્ટાર તરીકે છે.પ્રભાસની બોલબાલા ચારેબાજુ દેખાઇ રહી છે. ટુંકમાં કોઇ જાહેરાત થઇ શકે છે.

Related posts

प्रड्यूसर ने सीधे मुझे सेक्स करने को कहा था : ऊषा जाधव

aapnugujarat

सूरज बड़जात्या के साथ ५वीं बार काम करेंगे सलमान

aapnugujarat

मणिकर्णिका की शूटिंग के दौरान कंगना घायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1