ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાન નાગરિક સંહિતાની તરફેણ કરીને આજે કહ્યું હતું કે જ્યારે દેશ એક છે ત્યારે કોમન સિવિલ કોડ કેમ નથી. તેમણે પ્રશ્ન કરતા કહ્યું છે કે જ્યારે દેશ એક છે ત્યારે લગ્ન સંબંધિત કાયદા કેમ એક હોવા જાઈએ નહીં. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની ૯૧મી જયંતિના પ્રસંગે તેમના પર લખવામાં આવેલા પુસ્તકનું લખનૌમાં વિમોચન કરવાના પ્રસંગે યોગીએ ત્રણ તલાકના મુદ્દા ઉપર પણ કેટલાક લોકોના મૌન ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે દેશની સમસ્યા પર કેટલાક લોકો મૌન રહે છે. તેમને મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણના સમયે ઉપÂસ્થત રહેલા લોકોની પણ વાત કરી હતી. યોગીએ ત્રણ તલાકના મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી હતી અને કહ્યું હતું કે ત્રણ તલાકના મુદ્દા પર જે લોકો મૌન છે તે લોકો અપરાધી જેવું વર્તન કરી રહ્યા છે. યોગી ત્રણ તલાકને મોટી સમસ્યા તરીકે ગણાવીને કહ્યું હતું કે આ મહિલાઓ સાથે એક અન્યાય તરીકે છે. સમાન નાગરિક સંહિતા પર યોગીએ કહ્યું હતું કે ચંદ્રશેખર પર એકસમાન નાગરિક ધારાની તરફેણ કરતા હતા. તેમણે ઉમેર્યું હતું કે તમામ માટે કાયદા એકસમાન હોવા જાઈએ. યોગીએ ઉમેર્યું હતું કે લોકકલ્યાણ તમામનું લક્ષ્ય રહે તે અતિ જરૂરી છે. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુસ્તકમાં વિમોચન પ્રસંગે અખિલેશ સરકારમાં પ્રધાન રહી ચૂકેલા રવિરાજ પ્રતાપસિંહ રાજાભૈયા પણ યોગીની સાથે ઉપÂસ્થત રહ્યા હતા. ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદથી યોગી આદિત્યનાથ એક પછી એક કઠોર નિર્ણય કરી રહ્યા છે. જેના લીધે તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે. સરકારી ઓફિસમાં પાન મસાલા પર પ્રતિબંધ, એન્ટી રોમિયો ટીમની રચના સહિતના તેમના પગલાંની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.
પાછલી પોસ્ટ