Aapnu Gujarat
બિઝનેસ

વાંક સ્નેપચેટનો અને ધોલાઈ થઈ ગઈ સ્નેપડિલની!

હાલમાં જ જાણીતા એÂપ્લકેશન સ્નેપચેટના ચીફ એÂક્ઝક્્યુટિવ ઓફિસર ઇવાન સ્પેગેલે ભારત વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું હતું જેના કારણે મોટો વિવાદ ઊભો થયો હતો અને આ નિવેદનનો ભારતીયોએ ઘણો વિરોધ કર્યો હતો. જાકે સ્નેપચેટના સીઇઓના એલફેલ નિવેદનની કિંમત સ્નેપડીલે ચૂકવવી પડી રહી છે. સ્નેપચેટ એ અમીર લોકો માટેનું એÂપ્લકેશન છે એટલે ભારત જેવા ગરીબ દેશમાં તેનો વિસ્તાર કરવાની જરૂર નથી, એવું નિવેદન ઇવાને આપ્યું હતું.ઇવાનના નિવેદન પછી સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ ઉપર ઇવાન સામે વિરોધ ફાટી નીકળ્યો હતો અને લોકોએ તેઓ સ્નેપચેટ એÂપ્લકેશન અનઇન્સ્ટોલ કરી રહ્યા હોવાના સ્ટેટસ પણ સોશિયલ મીડિયા ઉપર મૂક્્યા હતા. જાકે અમુક લોકોએ સ્નેપચેટને બદલે સ્નેપડીલ એÂપ્લકેશન અનઇન્સ્ટોલ કરવા માંડયું હતું. સ્નેપડીલને સ્નેપચેટ સમજીને લોકોએ તેને ૧ રેટિંગ આપ્યું હતું અને ખરાબ રિવ્યું પણ આપવા માંડયા હતા. જેના કારણે સ્નેપડીલના રેટિંગને મોટો ફટકો પડયો હતો. અનેક લોકોએ સ્નેપચેટને બદલે સ્નેપડીલની એÂપ્લકેશન મોબાઇલમાંથી ડિલિટ કરવા માંડી હતી. એટલે સ્નેપચેટ અને સ્નેપડીલ વચ્ચેનો ફરક સમજ્યા વિના ઘણા બધા લોકોએ સ્નેપડીલને ખરાબ રેટિંગ આપી ખરાબ રિવ્યુ આપ્યા હતા.એપ સ્ટોરે આપેલી માહિતી અનુસાર સ્નેપચેટના કસ્ટમર રેટિંગને મોટો ફટકો પડયો છે. રવિવારે સવારે સ્નેપચેટને દોઢ(૯૫૨૭) રેટિંગ મળ્યું હતું, પરંતુ અન્ય એÂપ્લકેશનની સરખામણીમાં સ્નેપચેટનું રેટિંગ ઘણું ઓછું હતું. હાલ સ્નેપચેટને એક જેટલું(૬૦૯૯) રેટિંગ મળેલ છે. ઉલ્લેખનીય છે કે ટ્‌વીટર અને ફેસબુક ઉપર ઘણાએ સ્નેપચેટને ટ્રોલ પણ કર્યું હતું. ભારતીય નેટીઝન્સના વિરોધને જાતાં પછીથી સ્નેપડીલના સીઈઓ ઇવાને સ્પષ્ટતા પણ આપવી પડી હતી.
આભાર – નિહારીકા રવિયા

Related posts

१ अप्रैल से बदल जाएंगे इनकन टैक्स के ८ नियम

aapnugujarat

૧૦૦ કરોડથી વધુની આવક માત્ર ૬૧ લોકોએ જાહેર કરી

aapnugujarat

સેંસેક્સ ૧૧૦ પોઇન્ટ ઘટીને ૩૬૫૪૨ની નીચી સપાટીએ

aapnugujarat

Leave a Comment

URL