Aapnu Gujarat
બિઝનેસ

પતંજલિએ હોટેલ બિઝનેસમાં ઝંપલાવ્યું, પૌÂષ્ટક રેસ્ટોરન્ટ શરૂ કરી

યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરન્ટ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. પંજાબ-હરિયાણાની રાજધાની ચંદીગઢ પાસે ‘પૌÂષ્ટક’ના નામથી પતંજલિએ તેની પહેલી રેસ્ટોન્ટનો શુભારંભ કર્યો છે.
આ રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે શાકાહારી અને એકદમ આધુનિક બનાવવવામાં આવી છે.આ રેસ્ટોરન્ટ ઘણા દિવસથી શરુ કરવામાં આવી છે, પરંતુ હજી તેનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવ્યું નથી. આ માટે બાબા બાબા રામદેવ તેના સહકર્મી આચાર્ય બાલકૃષ્ણ પાસેથી તારીખ મળવાની રાહ જાવાઈ રહી છે.રેસ્ટોરન્ટમાં આવનાર લોકોને અપાતા મેનુ કાર્ડ પર આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવના ફોટા છે. જેમાં લોકોને સ્વસ્થ્ય ટિપ્સ પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકૃષ્ણ તરફથી લખવામાં આવ્યું છે કે, સારી તંદુરસ્તી એ વરદાન નથી, પરંતુ આપણા રોજની ખાવા-પીવાની આદતો પર નિર્ભર કરે છે.આ પૌÂષ્ટક રેસ્ટોરન્ટમાં ફક્ત શાકાહારી જમવાનું જ પીરસવામાં આવશે.
પૌÂષ્ટક રેસ્ટોરન્ટની થીમ સંપૂર્ણપણે સ્થાનિક સ્ટાઇલ પર આધારિત છે. આ રેસ્ટોરન્ટમાં મોટાભાગની વસ્તુઓ લાકડામાંથી બનાવેલી છે અને તમામ વાસણ માટી અને તાંબાના છે.પતંજલિ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રેસ્ટોરન્ટમાં આવનાર લોકોને પનીર ટિક્કાથી લઈને હની ચિલ્લી પોટેટો, તંદુરી વેજ પેલેટર તેમજ દૂધીના કબાબ સહિત ૩૦થી વધુ વાનગીઓ મળશે. અને જમવાનું ઘર જેવું જ ટેસ્ટી હશે.

Related posts

વિશ્વ બેંકે ભારતને માની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા

aapnugujarat

FPI ने अगस्त महीने में घरेलू पूंजी बाजार से 8,319 करोड़ की शुद्ध निकासी की

aapnugujarat

રેસ્ટોરન્ટ અને સ્મોલ બિઝનેસ માટે જીએસટી કાપની માંગણી

aapnugujarat

Leave a Comment

URL