Aapnu Gujarat
રાષ્ટ્રીય

કામ ન કરનાર ૧૨૯ અધિકારીઓને પદ છોડવાનો આદેશ

મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે કામ ન કરનાર ૧૨૯ અધિકારીઓને કહ્યું છે કે, તે સાર્વજનિક હિતને જોતા પોતાના પદ પરથી જાતે હટી જાય તેમાં ગ્રુપ એ ના ૩૦ અને ગ્રુપ બી ના ૯૯ અધિકારી સામેલ છે. તેના પર કામ ન કરવાનો આરોપ છે.
વિભિન્ન મામલે કેન્દ્ર સરકારના ૨૪૪૧૫ ગ્રુપ એ અને ૪૨૫૨૧ ગ્રુપ બી અધિકારીઓ વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલી રહી છે. તેના પર ભ્રષ્ટાચાર, નોન પરફોર્મન્સ અને અનુશાસનહીનતા અને અન્ય આરોપ છે. જણાવવામાં આવ્યું છે કે, તપાસમાં આરોપ સાબિત થયા બાદ આ અધિકારીઓ પર પણ કાર્યવાહી થઇ શકે છે.કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન અને વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, આ ૨૪ કલાક કામ કરનાર સરકાર છે. તેથી અપેક્ષા એ પણ રહે છે કે, દરેક અધિકારી, દરેક કર્મચારી પૂર્ણ ઈમાનદારી અને ક્ષમતાથી પોતાની ભૂમિકા નિભાવે.જયારે આ મામલે બેદરકારી રહે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવે છે કેમ કે બાકીના અધિકારીઓને શીખ મળે. તેમણે કહ્યું કે, મોદી સરકારમાં અધિકારીઓને સારું કામ કરવાની ખુલ્લી છૂટ છે. તે પ્રતિબંધના અહેસાસ વગર કામ કરી શકે છે.
સારા કર્મચારીઓને સરકાર પુરસ્કૃત પણ કરે છે.જણાવવામાં આવ્યું છે કે, કામ નહિ કરનાર અધિકારીઓ પર કેન્દ્ર સરકારે પહેલી વાર આટલી મોટી એક્શન લીધી છે. કાર્મિક અને લોક ફરિયાદ મંત્રાલયે ગુડ ગવર્નન્સ માટે જનહિતમાં આ નિર્ણય લીધો છે.આ પહેલા મોદી સરકારે કાર્યાલયમાં વિલંબથી આવનાર અધિકારીઓ પર કાર્યવાહી કરવાનું કામ કર્યું છે. ઘણી સખ્તી બાદ અધિકારી અને કર્મચારી સમય પર આવવા લાગ્યા. કામકાજમાં સુધારા માટે આ કાર્યવાહી પણ સરકારનું મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનને જોર આપતા ભ્રષ્ટ બાબુઓ વિરુદ્ધ તપાસ માટે સમય મર્યાદા નક્કી કરી દીધી છે. કેન્દ્રએ નક્કી કર્યું છે કે, સરકારી અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં તપાસને ૬ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી લંબિત પડેલ મામલામાં તપાસ જલ્દીથી થવાની ઉમ્મીદ છે. આ પહેલા બાબુઓ વિરુદ્ધ તપાસ પૂર્ણ કરવાની કોઈ સમય મર્યાદા નહોતી.

Related posts

Amid all MPs from TN including 20 DMK member got invitation, MK Stalin not invited for PM swearing ceremony

aapnugujarat

લોકસભામાં રાહુલનાં આકરા પ્રહારો : ૧૫ લાખ ક્યારે આવે છે

aapnugujarat

गोंडा में दलित बेटियों पर फेंका तेजाब

editor

Leave a Comment

UA-96247877-1