નાણાંમંત્રાલય સાથે યોજાયેલી એક બેઠક દરમિયાન બેંકર્સે ખેડૂતોની લોન માફીનો મુદ્દો ઉઠાવ્યો હતો.બેંકર્સે જણાવ્યું કે, સરકાર દ્વારા કરવામાં આવતી લોન માફીની આશામાં ખેડૂતો જાણીજોઈને લોન ચૂકવતાં નથી. અનેક બેંકર્સે કહ્યું કે, બેંકો પાસેથી લોન લઈને પરત નહીં કરવાની પ્રવૃત્તિ અનેક ખેડૂતોમાં વધી રહી છે. જે બેંકો માટે ચિંતાનો વિષય છે. જેના લીધે બેંકે પર આર્થિક બોજ વધી રહ્યો છે. એક અહેવાલ મુજબ સમગ્ર દેશના ખેડૂતોનું કુલ મળીને ૧૦ લાખ કરોડ રુપિયાનું દેવું બાકી છે.બેંકર્સે જણાવ્યું કે, છેલ્લાં કેટલાક મહિનાઓ દરમિયાન ખેડૂતો દ્વારા લોન લેવાની ટકાવારીમાં ૫૦ ટકા સુધીનો વધારો થયો છે. ઉપરાંત ખેડૂતો તેના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી ખાતું ઝીરો બેલેન્સ કરી રહ્યાં છે, જેતી લોનની રકમને બેંક તેમના ખાતામાંથી ઓટો ડેબિટ ન કરે. દક્ષિણ ભારતની સરકારી ક્ષેત્રની એક અગ્રણી બેંકના અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક ખેડૂતો દ્વારા લોન નહીં ચૂકવવાની અને રૂણ માફી માટે અરજી કરવાની ઘટનાઓ વધી રહી છે.મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના પ્રદર્શનને ડામવા દરમિયાન પોલીસે કરેલા ફાયરિંગમાં ૬ લોકોના મોત થયા હતા, જ્યારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારોએ ખેડૂતોનું દેવુ માફ કર્યું છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુએ સત્તામાં આવતાની સાથે જ ખેડૂતોનું ૪૦ હજાર કરોડનું દેવું માફ કરવાનો નિર્ણય કર્યો હતો. એસબીઆઇના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યએ ચેતવણી ઉચ્ચારતાં જણાવ્યું કે, ખેડૂતોની મદદ જરુરી છે પરંતુ બેંક લોન ચૂકવવાના સમાધાન પર નહીં.કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી જણાવ્યું કે, ખેડૂતોની લોન માફી માટે જે-તે રાજ્ય સરકારે જાતે ભંડોળ ઉભું કરવું પડશે અને વ્યવસ્થા પણ જાતે જ કરવી પડશે.
પાછલી પોસ્ટ