યુરોપિયન યુનિયન ઇરાસમસ+ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને રોકલો યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલેન્ડ તરફથી અનુદાન અને આમંત્રણ મળ્યું હતું. . જે અંતર્ગત જીટીયુના પ્રતિનિધિમંડળે જૂનના પ્રથમ સપ્તાહમાં રોકલો યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
યુરોપિયન યુનિયન દ્વારા ચલાવવામાં આવતા ઇરાસમસ+ કાર્યક્રમ અન્વયે શિક્ષણ,ટ્રેનિંગ અને રમતગમત માટે અનુદાન આપવામાં આવેછે.આ કાર્યક્રમ અંતર્ગત રોકલો યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલેન્ડ દ્વારા ‘’આંતરરાષ્ટ્રીય સ્ટાફ સપ્તાહ’’ નું આયોજન કરવામાં આવ્યું હતું.અને ભારતમાથી માત્ર જીટીયુને ગ્રાન્ટ અને આમંત્રણ મળ્યું હતું.આ પ્રોગ્રામ અંતર્ગત જીટીયુના વાઇસ ચાન્સેલર ડો. નવીન શેઠની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે રોકલો યુનિવર્સિટીની મુલાકાત લીધી. જેમાં ડે.રજિસ્ટ્રાર અને ઇન્ચાર્જ પરીક્ષા નિયામક, મદદનીશ અધ્યાપક- સી.જી.બી.એસ, અને મદદનીશ અધ્યાપક હતાં.આ કાર્યક્રમમાં વિશ્વમાંથી કુલ ૧૫ દેશોના ૩૨ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ દેશોમાં અલ્બેનિયા, ચેક રીપબ્લિક ફ્રાંસ, જર્મની,યુ.કે., ઇટાલી, કોસોવા, લેબનાન,રશિયા, પોર્ટગલ, વિએતનામ વગેરેનો સમવેશ થાયછે. આ કાર્યક્રમ અંતર્ગત ભાગ લેનાર જીટીયુના પ્રતિનિધિમંડળનો સંપૂર્ણ ખર્ચ ઇરાસમસ+ પ્રોગ્રામ હેઠળ રોકલો યુનિવર્સિટી દ્વારા ઉઠાવાયો હતો.
આંતરરાષ્ટ્રીય સ્ટાફ સપ્તાહના પ્રથમ દિવસે રોકલો યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ઓફિસના ડાયરેક્ટર ડો. એન્ડ્રીસ મોસ્કો જીટીયુ સાથે નવા કાર્યક્રમો જેવાકે સ્ટુડન્ટ એક્સ્ચેન્જ, જોઇન્ટ રીસર્ચ પ્રોજેક્ટ, સ્ટાફ એક્સચેન્જ વગેરે શરૂ કરવાની તત્પરતા દર્શાવી અને જીટીયુ સાથે ભવિષ્યમાં જોડાણ કરવા માટે તત્પરતા દર્શાવી હતી.પોલેન્ડની આ મુલાકાત દરમિયાન પોલેન્ડના પાટનગરમાં આવેલી ખૂબ જ ખ્યાતનામ એવી વોરસોવા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સાથે ભવિષ્યમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા માટે એમઓયુ કરવામાં આવ્યાં. ભવિષ્યમાં જી.ટી.યુ. ના વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ મળે તેવી સંભાવના છે.
પાછલી પોસ્ટ