Aapnu Gujarat
બિઝનેસ

વિવિધ કંપનીઓનો હિસ્સો વેચવા સરકાર ઈચ્છુક

સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સરકાર વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન સાત સરકારી કંપનીઓમાં ૫.૪ અબજ ડોલરની કિંમતની હિસ્સેદારી વેચવાની યોજના ધરાવે છે. ફિસ્કલ ડેફિસિટને લઈને સરકાર ચિંતિત દેખાઈ રહી છે. ગ્રામીણ વિસ્તારો અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર ખર્ચને લઈને પણ ઝડપથી આગળ વધવાની સરકારની યોજના છે. સરકારી અને ખાનગી કંપનીઓમાં સરકારી હિસ્સેદારી વેચવા પાછળ ચોક્કસ હેતુ રહેલા છે. માર્ચ ૨૦૧૮ સુધી જીડીપીના ૩.૨ ટકાના ફિસ્કલ ડેફિસટના ટાર્ગેટને પહોંચી વળવા માટે સરકાર ઈચ્છુક છે. સરકાર આ વર્ષ દરમિયાન હિસ્સેદારી વેચાણ મારફતે ૭૨૫ અબજ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પÂબ્લક એસેટ મેનેજમેન્ટ દ્વારા મર્ચન્ટ બેંકરો અને કાયદાકી સલાહકારો પાસેથી બિડની માંગ કરી છે. ઈÂન્ડયન ઓઈલ કોર્પોરેશન, એનટીપીસી લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈÂન્ડયા સહિતની કંપનીઓના શેરના વેચાણને મેનેજ કરવા માટે મર્ચન્ટ બેંકરો અને એડવાઈઝરો પાસેથી માહિતી મેળવવામાં આવી છે. બીડીંગ દસ્તાવેજામાં આ મુજબની વાત કરવામાં આવી છે. સરકાર ઓફર ફોર સેલ રૂટ મારફતે હિસ્સેદારી વેચવા ઉત્સુક છે. આ વેચાણથી શેરની છેલ્લી બંધ કિંમતમાં ૩૪૫ અબજ રૂપિયા સરકારને મળી શકે છે. સરકાર ઈÂન્ડયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં ત્રણ ટકા હિસ્સેદારી વેચવા માંગે છે. જ્યારે એનટીપીસી, હાઈડ્રોપાવર પ્રોડ્યુસર એનએચપીસી લિમિટેડમાં ૧૦-૧૦ ટકા હિસ્સેદારી વેચવાની યોજના છે. આવી જ રીતે રૂરલ ઈલેક્ટ્રીફિકેશન કોર્પ લિમિટેડમાં પાંચ ટકા હિસ્સેદારી વેચવાની યોજના છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડમાં ૧૦ ટકા અને એનએલસી ઈÂન્ડયા લિમિટેડમાં ૧૫ ટકા હિસ્સેદારી વેચવાની યોજના છે. આ કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓએ છેલ્લા નાણાકીય વર્ષમાં પણ હિસ્સેદારી વેચાણ માટે તૈયારી કરી હતી પરંતુ બજારની પ્રતિકુળ Âસ્થતિના કારણે યોજના આગળ વધી ન હતી પરંતુ સરકાર આ વખતે આગળ વધવા ઈચ્છુક છે વર્ષ ૨૦૧૬-૧૭ના ગાળામાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે ૪૬૨.૪૭ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. ડિસઈન્વેસ્ટમેન્ટની દિશામાં સરકાર ઝડપથી આગળ વધવા માટે ઈચ્છુક દેખાઈ રહી છે. ડિસઈન્વેસ્ટમેન્ટને લઈને બજારની Âસ્થતિ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

Related posts

અનિલ અંબાણી વધુ એક ઝાટકો આપવા તૈયાર

aapnugujarat

જીડીપી અને આઈઆઈપીનાં આંક વચ્ચે બજારમાં પ્રવાહી સ્થિતિનાં સંકેત

aapnugujarat

મકાનના વેચાણમાં ૭ વર્ષ બાદ આવી તેજી

aapnugujarat

Leave a Comment

URL