બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે પણ દુનિયાભરનાં એવાં ૧૦૦ ખ્યાતનામ વ્યક્તિઓની યાદી જાહેર કરી છે કે જેમણે સૌથી વધારે કમાણી કરી હોય. ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરાનારા લોકોની યાદીમાં ત્રણ ભારતીય કલાકારો શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારના નામનો પણ સમાવેશ થયો છે.ફોર્બ્સ મેગેઝીને સોમવારે આ યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ શાહરૂખ ખાન સૌથી વધારે કમાણી કરનાર ભારતીય કલાકાર છે. શાહરૂખને ફોબર્સની આ યાદીમાં ૬૫ નંબરનાં સ્થાન પર છે. ફોબર્સ મેગેઝીનનાં આંકડાઓ મુજબ શાહરૂખે ગયા વર્ષે ૩૮ મિલિયન ડૉલર એટલે કે ૨૪૫ કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરી હતી.સલમાન ખાનને ફોબર્સ મેગેઝીને આ યાદીમાં ૭૧ નંબરનું સ્થાન આપ્યું છે. સલમાન ખાને સાહરૂખ ખાન કરતા ખાલી એક જ મિલિયન ઓછા કમાયા છે. સલમાનની ગયા વર્ષની વાર્ષિક આવક ૩૭ બિલિયન ડૉલર હતી.એક વર્ષમાં લગભગ ચારથી પાંચ ફિલ્મ કરતા અક્ષય કુમારને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ લીસ્ટમાં અક્ષય કુમારને ૮૦ નંબરનું સ્થાન અપાયું છે. અક્ષય કુમારે ગયા વર્ષે ૩૫.૫ મિલિયન ડૉલરની કમાણી કરી હતી. ફોબર્સ મેગેઝીનની આ યાદીમાં દુનિયાભરનાં કલાકારોની ૧ જુન ૨૦૧૬ થી લઈને ૧ જૂન ૨૦૧૭ સુધીની કમાણીની ગણતરી કરવામાં આવી છે.