Aapnu Gujarat
ગુજરાત

બોગસ ફેસબુક આઇડી બનાવી બિભત્સ માંગ કરનાર રોનિત પંચાલ ઝબ્બે

બોગસ ફેસબુક આઇડી બનાવી બિભત્સ માંગ કરનાર રોનિત પંચાલ ઝબ્બે ફેસબુક પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેના મારફતે ૫૦થી વધુ જુદી જુદી છોકરીઓ અને મહિલાઓને ચેટીંગ કરી ફસાવનાર આરોપી યુવકને ક્રાઇમબ્રાંચના સાયબર સેલના અધિકારીઓએ ઝડપી લીધો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આરોપી યુવક છોકરીઓને ફેસબુક ચેટીંગ અને મેસેજ મારફતે બિભત્સ સંદેશા અને માંગણીઓ મોકલતો હતો. જોકે, પોલીસ સમક્ષ ફરિયાદ આવતાં સાયબર સેલના અધિકારીઓએ આરોપી રોનીત અશ્વિનભાઇ પંચાલને પકડી લીધો હતો. આ અંગેની વિગત એવી છે કે, શહેરના સરસપુર વિસ્તારમાં પાંચવાડ ખાતે રહેતા અને બીકોમ સુધી અભ્યાસ કરેલા તેમ જ હાલ બજાજ ફાયનાન્સમાં નોકરી કરતા આરોપી રોનીત પંચાલે એક યુવતીના નામે પોતાનું ફેક આઇડી ફેસબુકમાં ક્રીએટ કર્યું હતું અને તેના મારફતે તે જુદી જુદી છોકરીઓ અને મહિલાઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી તેમની સાથે ચેટીંગ અને મેસેજોની આપ લે શરૂ કરતો હતો. આવી જ ફ્રેન્ડ રીકવેસ્ટ એક મહિલાને મોકલી આરોપીએ તેની સાથે એક સ્ત્રીના પતિ તરીકે ઓળખ આપી તેની સાથે ચેટીંગ અને મેસેજો શરૂ કર્યા હતા. થોડા સયમ બાદ આરોપી રોનીત પંચાલે આ મહિલાને બિભત્સ મેસેજો, ફોટા અને માંગણીઓ મોકલવાનું શરૂ કરી દીધુ હતું. કંટાળેલી મહિલાએ આખરે તેનું ચેટીંગ બ્લોક કરી દીધું હતું. તેમછતાં આરોપીની હેરાનગતિ ચાલુ રહેતાં આખરે મહિલાએ શહેર કોટડા પોલીસમથકમાં આરોપી રોનીત પંચાલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતા જેના આધારે ક્રાઇમબ્રાંચના સાયબર સેલે તપાસનો દોર સંભાળ્યો હતો અને આરોપી રોનીત પંચાલને ઝડપી લીધો હતો. અત્રે નોંધનીય છે કે, સાયબર સેલની તપાસમાં એ હકીકત પણ સામે આવી હતી કે, આરોપી રોનીત પંચાલે અગાઉ પણ આ જ પ્રકારે અન્ય એક યુવતીના નામે ફેક ફેસબુક આઇડી અને પ્રોફાઇલ ક્રીએટ કરી તેનો ઉપયોગ કર્યો હતો અને થોડા સમય બાદ તે બંધ કરી દીધુ હતું. ક્રાઇમબ્રાંચે આરોપી રોનીત પંચાલની પૂછપરછ કરી અત્યાર સુધીમાં તેણે આ પ્રકારે કેટલી યુવતીઓ કે મહિલાઓને હેરાનગતિ કરી છે અને તેઓની પાસે બિભત્સ મેસેજો કે માંગણીઓના ગુના આચર્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Related posts

ઘુટણવડ ગામમાં ગોવાળિયા પર દીપડાએ કર્યો હુમલો : દીપડાનું મોત

editor

ઝીકા વાઈરસના રોગને કાબુમાં લેવા અંગે મ્યુનિ. કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

aapnugujarat

ભલાણા ગામની કેનાલમાં બે બહેનપણીઓએ જીવન ટૂંકાવ્યુંં

editor

Leave a Comment

UA-96247877-1