Aapnu Gujarat
ગુજરાત

નશાબંધી ધારાના ચુસ્ત અમલ માટે નિયમો જાહેર કરી દેવાયા

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં નશાબંધી ધારાની જોગવાઈઓમાં રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ અસરકારક સુધારા વધારાઓના નિયમો જાહેર કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના કર્મઠ નેતૃત્વ હેઠળની આ રાજય સરકારે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતાના ચાર પાયા પર રાજયના સર્વાંગી વિકાસની ઈમારતનું નિર્માણ કર્યું છે. રાજય સરકારે દારૂના દુષણને નાથવા કમર કસી છે. પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને તંદુરસ્ત સમાજના નિર્માણના ધ્યેય સાથે રાજય સરકારે ગુજરાત નશાબંધી ધારાને વધુ અસરકારક બનાવવા કાયદામાં કેટલાક સુધારા વધારા કર્યા છે. જેના પરિણામે રાજયમાં ઘર કંકાશ, અકસ્માત અને મહિલાઓની આત્મહત્યાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, રાજયમાં નશાબંધીનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગુજરાત વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરાયું હતું અને આજે આ નિયમો જાહેર થતા રાજયમાં નશાબંધીનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. આ માટે રાજય સરકાર દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની રચના કરવામાં આવી છે. સાથે સાથે દારૂના દુષણને ડામવા માટે વ્યાપક જન સહયોગ પણ મેળવીને સોશ્યલ મીડિયા થકી આ ઝુંબેશને વધુ વેગવાન બનાવાશે. આ માટે રાજય સરકારને નાગરીકો ટોલ ફ્રી નં.૧૪૪૦૫, ઉપર તથા સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર વોટ્‌સએપ અને એસએમએસ દ્વારા પણ માહિતી આપી શકાશે અને માહિતી ગુપ્ત રહેશે અને આ ઝુંબેશને વધુ વેગવાન બનાવી શકાશે. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલના ફેસબુક આઈડી અને ઈ-મેઈલ આઈડી પણ કાર્યરત કરવામાં આવ્યું છે. જેના પર નાગરીકો માહિતી મોકલી શકશે. રાજય સરકારે ગુજરાત નશાબંધી ધારાને અસરકારક બનાવવા માટે સુધારા અંગેના નિયમોની વિગતો આપતા મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, દારૂના ઉત્પાદન, ખરીદ, હેરફેર કરવાના કિસ્સામાં હાલની જોગવાઈ મુજબ સજામાં ૩ વર્ષ સુધીની કેદ તેમજ દંડની જોગવાઈમાં ફેરફાર કરીને સજામાં ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. ગુજરાતમાં ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હશે ત્યા દારૂબંધીનો અમલ કરાવવા દારૂના અડ્ડાના સંચાલકો કે તેને મદદગારી કરનારાને પણ વધુમાં વધુ સજાતી જોગવાઈ કરી કલમ-૬૮ના સુધારા અનુસાર ૧૦ વર્ષ સુધીની કેદ અને ૧ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. દારૂ પીને દંગલ કરનાર લોકો સામે પણ રાજય સરકારે લાલ આંખ કરી છે. તેની વિગતો આપતા મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ દારૂ પીને જાહેરમાં ઉપદ્રવ કરે, ઝઘડો કરે, મહિલાઓની છેડતી કરે, અસભ્ય ભાષા બોલે, તેવા કિસ્સામાં ૧ થી ૩ માસની કેદ અને ૨૦૦ થી ૫૦૦ના દંડની જુની જોગવાઈને બદલે ૩ વર્ષની કેદ પરંતુ ૧ વર્ષ કરતા ઓછી નહી.

Related posts

तापी नदी लबालब, वराछा और कापोद्रा के ओवारा पानी में डूबा

aapnugujarat

તા. ૮ મી જુલાઇએ નેશનલ “લોક-અદાલત”ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ “લોક-અદાલતો”નું આયોજન

aapnugujarat

राज बब्बर, रणजीत सुरजेवाला आज कांग्रेस के प्रचार के लिए गुजरात में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1