Aapnu Gujarat
બિઝનેસ

સહારાને ફટકો : એમ્બી વેલીની હરાજીનો સુપ્રિમનો આદેશ

આખરે સુપ્રિમ કોર્ટે એ જ આદેશ આપી દીધો છે જેની ચેતવણી માર્ચ મહિનામાં આપવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આજે મૂડીરોકાણકારોને પરત કરવા માટે ૩૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં નિષ્ફળ રહેવા પર સહારાની પ્રોપર્ટી એમ્બી વેલીની હરાજી માટેના આદેશ આપી દીધો હતો. આની સાથે જ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. કોર્ટે સહારા પ્રમુખ સુબ્રતા રોયની પણ જારદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે સુબ્રતા રોય વચન પાળવા માટે કેટલાક સારા કામ કરે તે ખૂબ જરૂરી છે. કોર્ટમાં હકારાત્મક જવાબ આપ્યા બાદ પીછેહઠ કરવાની બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી. કોર્ટે સુબ્રતા રોયની એવી અંદરટેકીંગનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સહારા પ્રમુખ સેબી મારફતે મૂડીરોકાણકારોને ૨૫૦૦૦ કરોડ રૂપિયા પરત આપવાની વાત કરી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે કોર્ટની ઉદારતાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. મામલાની સુનાવણી કરી રહેલી બેચે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે માતાના અવસાન બાદ ક્રિયાકર્મ કરવા માટે પેરલ ઉપર રજા સ્વીકાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જસ્ટીસ દિપક મિશ્રા, જસ્ટીસ રાજન ગોગોઈ અને જસ્ટીસ એકે સિકરીની બનેલી બેચે ચેતવણીના અંદાજમાં કહ્યું હતું કે કોઈપણ કિંમત પર પોતાના અગાઉના વચનને પાળવામાં આવે તે જરૂરી છે. માર્ચ મહિનામાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે સહારા જા કુલ ૧૪૦૦૦ કરોડ રૂપિયા પૈકી ૧૭મી એપ્રિલ સુધી ૫૦૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં નિષ્ફળ રહેશે તો તેઓ સહારાની પૂણે Âસ્થત એમ્બીવેલી વાળી પ્રોપર્ટીની હરાજી કરી દેશે. સહારા આ પ્રોપર્ટીની કિંમત ૩૪,૦૦૦ કરોડ રૂપિયા ગણાવે છે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું હતુંં કે જા સહારા ગ્રુપ પૈસા જમા કરાવવામાં નિષ્ફળ રહેશે તો તેની પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં. અત્રે નોંધનિય છે કે બેચે ફેબ્રુઆરી મહિનામાં એમ્બી વેલીને જપ્ત કરવા માટેનો આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે ઓગસ્ટ-૨૦૧૨માં સહારાને રોકાણકારોના ૨૫,૦૦૦ કરોડ રૂપિયા પરત આપવા માટે આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબીની પાસે આ પૈસા જમા કરવામાં આવે તે જરૂરી છે. આ અગાઉ કોર્ટે તપાસ બાદ જાણ્યુ હતું કે ગ્રુપની બે કંપની સહારા રિયલ એસ્ટેટ અને સહારા હાઉસીંગે ત્રણ કરોડ રોકાણકારો પાસેથી ગેરકાયદે રીતે પૈસા એકત્રિત કરી લીધા હતા. સહારા દ્વારા હજુ સુધી ૧૧,૦૦૦ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આમાં ૬૦૦૦ કરોડ રૂપિયા એ વખતે ચૂકવવામાં આવ્યા હતા જ્યારે સુપ્રિમ કોર્ટે સહારા પ્રમુખની સાથે સાથે ગ્રુપના બે ડિરેકટરોને ચોથી માર્ચ ૨૦૧૪ના દિવસે જેલભેગા કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે આજે તર્કદાર સૂચના આપીને સહારાની ઝાટકણી કાઢી હતી. માર્ચ મહિનામાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ આદેશોની સાથે સાથે ચેતવણી આપી હતી. સહારાના વડા સુબ્રતા રોય છેલ્લા ઘણા સમયથી કાયદાકીય કટોકટી અને ગૂંચનો સામનો કરી રહ્યા છે. તેમની મુશ્કેલીનો નિકાલ હાલમાં આવી રહ્યો નથી કારણ કે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સહારાના વડા આગળ વધવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.
સુપ્રિમ કોર્ટે આજે જારદાર ઝટકો ફરી એકવાર આપ્યો હતો અને એમ્બીવેલીની હરાજીનો હુકમ કર્યો હતો. સહારાની મુશ્કેલી હાલમાં ઓછી થાય તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી કારણ કે સહારા પૈસા ચૂકવવાની Âસ્થતિમાં નથી. એમ્બીવેલીની હરાજીની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવી શકે છે. જાકે સહારા દ્વારા આ હરાજીને રોકવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સહારાના વડાને કોઈ હાલ પુરતી રાહત મળશે નહીં. બીજી બાજુ આ કેસના સંદર્ભમાં ૨૮મી એપ્રિલના દિવસે સુનાવણીની આગામી તારીખે અંગત રીતે હાજર રહેવા સુબ્રતા રોયને સુપ્રિમે આદેશ કર્યો છે.

Related posts

ट्रंप प्रशासन में भारतीय कंपनियों के साथ भेदभाव

aapnugujarat

सेंसेक्स 182 अंक उछला

aapnugujarat

૭.૭૫ ટકા વ્યાજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, દર મહિને એકાઉન્ટમાં જમા થશે

aapnugujarat

Leave a Comment

URL