દાર્જિલિંગમાં જારી રહેલી હિંસાને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે હવે આ પહાડી જિલ્લામાં પરિસ્થિતિ ઉપર નજર કેન્દ્રિત કરી દીધી છે. સાથેસાથે પશ્ચિમ બંગાળ સરકારને તમામ મદદ કરવાની ઓફર પણ કરી છે. એક અધિકારીએ આજે કહ્યું હતું કે, ગૃહમંત્રાલય દ્વારા પહાડી જિલ્લામાં પરિસ્થિતિના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી હજુ સુધી અહેવાલની માંગ કરાઈ નથી. છેલ્લા થોડાક દિવસથી હિંસાના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં લોકો અટવાઈ પડ્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, દાર્જીલિંગમાં સ્થિતિ ઉપર ચાંપતી નજર છે. રાજ્ય સરકારના અધિકારીઓ સાથે પણ અમે સંપર્કમાં છે. જો જરૂર પડશે તો તમામ મદદ કરવામાં આવશે. આજે બીજા દિવસે અચોક્કસ મુદ્દતના બંધ કારણે જટિલ સ્થિતિ સર્જાઈ હતી. દેખાવકારો અલગ ગોરખાલેન્ડની માંગ કરી રહ્યા છે. આ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો પણ ક્યો હતો. વિદેશી લોકો પણ અટવાયા હતા.