Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી થશે

કેન્દ્ર સરકારે આજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ પહેલી જુલાઈથી અમલી કરી દેવામાં આવશે. આની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ઉપરાંત સરકારે એવી અફવાને પણ ફગાવી દીધી હતી કે, નવી કરવેરા વ્યવસ્થાને વધુ થોડાક દિવસ માટે ટાળવામાં આવી શકે છે. અત્રે નોંધનીય છે કે, ઇન્ડસ્ટ્રીના એક વર્ગ દ્વારા જીએસટીને વધુ થોડાક દિવસ માટે ટાળી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ પણ જીએસટીને થોડાક દિવસ માટે ટાળી દેવા માટેની દરખાસ્ત રજૂ કરી હતી. આજે નાણામંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર આ સ્પષ્ટતા કરે છે કે, પહેલી જુલાઈ ૨૦૧૭થી જીએસટીને અમલી કરી દેવામાં આવશે. રાજ્ય સરકારોની સાથે મળીને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમને દરેક કારોબારી સુધી પહોંચાડવાની પોતાની વ્યવસ્થાને વધારી દેવામાં આવી છે. બીજી બાજુ મહેસુલી સચિવ હસમુખ અઢિયાએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, જીએસટી અમલી કરવામાં વિલંબ થશે તે પ્રકારના અહેવાલ બિલકુલ આધાર વગરના છે. આવી અફવા તરફ ધ્યાન ન આપવા સરકાર તરફથી અપીલ કરવામાં આવે છે. નાણામંત્રાલયે પહેલી જુલાઈથી આ ઐતિહાસિક વ્યવસ્થાને લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. નાણામંત્રાલય જેટલીના નેતૃત્વમાં કેટલીક નવી પહેલ કરવાની તૈયારીમાં છે. જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલે છેલ્લા ત્રણ સપ્તાહમાં ૧૨૦૦ ચીજવસ્તુઓ અને ૫૦૦ સેવાઓ ઉપર ટેક્સના દરો નક્કી કરી લીધા છે. કાઉન્સિલે તમામ સેવાઓ અને વસ્તુઓને પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં રાખી છે. રવિવારના દિવસે પણ કાઉન્સિલની બેઠક મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારના દિવસે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં જીએસટી કાઉન્સિલે અનેક પ્રોડક્ટ પર ટેક્સના દરોમાં સુધારા કરવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને ખેડૂતોને રાહત આપીને કાઉન્સિલે ટ્રેક્ટરના સાધનોને ૨૮ ટકાના સ્લેબથી દૂર કરીને ૧૮ ટકાના સ્લેબમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. કોમ્પ્યુટર પ્રિન્ટર પર ૨૮ ટકાના બદલે ૧૮ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત કાજૂ ઉપર ટેક્સને ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવાનો નિર્ણય કરાયો હતો. કાઉન્સિલની આગામી બેઠક હવે આગામી રવિવારે એટલે કે ૧૮મી જૂનના દિવસે મળશે. રવિવારના દિવસે સિનેમાના ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતની ટીકીટ ઉપર ૨૮ ટકાના બદલે ૧૮ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે આનાથી વધારે કિંમતની સિનેમા ટિકિટ ઉપર ૨૮ ટકાના ટેક્સ યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. ઉપરાંત ટેલિકોમ સેક્ટર પર ૧૮ ટકા ટેક્સને જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો. ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ દ્વારા આ ટેક્સમાં ઘટાડો કરવાની વાત કરી હતી. કટલરી પર ૧૮ ટકાના બદલે ૧૨ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઇન્સ્યુલીન ઉપર સૂચિત કરવેરાને ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાનો નિર્ણય કરાયો હતો. સ્કૂલ બેગ ઉપર સૂચિત કરવેરાને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો હતો. અગરબત્તિ ઉપર ટેક્સના દરને ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો હતો.

Related posts

आकार ले रहा है फेडरल फ्रंट : के. चंद्रशेखर राव

aapnugujarat

सीमापार से इस साल एलओसी पर दोगुनी घुसपैठः गृह मंत्रालय

aapnugujarat

સેબીએ ૨૦૨૦-૨૧માં રૂ.૧૮,૫૬,૩૬૬-કરોડ એકત્ર કર્યા

editor

Leave a Comment

UA-96247877-1