Aapnu Gujarat
Uncategorized

દિયોદર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું

દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદરમાં ગણપતિ બાપાનાં મંદિરે સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિયોદર ગણપતિ મંદિર ખાતેથી દિયોદર રાજમાર્ગો પર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જોકે આ શોભાયાત્રામાં ઘોડા ,વેશભૂષા, મટકી ફોડ, ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી સાત દિવસ ગણપતિ બાપાની આરતી તેમજ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આઝાદ ચોક ખાતે મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે અને સાત દિવસ સુધી રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે. આ સંપૂર્ણ આયોજન શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે આ ગણેશ મહોત્સવ-૨૦૧૯માં દિયોદરના વિવિધ સામાજિક સંગઠનો અને નગરજનોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે જેમાં દિયોદરના તમામ વિવિધ મંડળો અને ગ્રામજનોનો સહયોગ સાંપડી રહ્યો છે. જોકે ગણેશ મહોત્સવમાં દિયોદર લાયન્સ કલબ પરિવાર દ્વારા ઠંડા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી .આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ હતી.

તસવીર / અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર બનાસકાંઠા..

Related posts

વેકસીનના 100 કરોડ પાર કરતા ચુડા CHC સેન્ટર ઝળહળી ઉઠ્યું

editor

અમદાવાદમાં સી- પ્લેન સેવા માટે નવું પ્લેન ખરીદાશે

editor

राजकोट में महिला कांग्रेस कार्यकर्ताओं ने तपेली लगाकर विरोध दर्ज कराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1