Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટેકનોલોજીની સહાયતાથી પોલીસ વ્યવસ્થા મજબુત કરવાયોગી સરકારનું ધ્યાન

ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી મજબુત કરવા માટે યોગી સરકારે કમર કસી લીધી છે. આના માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેકનોલોજીની મદદથી પોલીસ સિસ્ટમને મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. કાયદો અને વ્યવસ્થા અને તેમજ પોલીસની લાપરવાહીને લઇને સરકાર ટિકા ટિપ્પણીનો સામનો કરી રહી છે. હવે યોગી સરકાર અસરકારક રીતે આગળ વધવા માટે તૈયાર થઇ છે. મુખ્યપ્રધાન યોગી હવે અખિલેશ યાદવ દ્વારા લોંચ કરવામાં આવેલી યુપી ૧૦૦ સર્વિસમાં મહત્વના સુધારા કરવા જઇ રહી છે. જેના હેઠળ નાગરિકો તરફથી યુપી ૧૦૦ પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મુખ્યપ્રધાનની ઓફિસથી કેટલાક આદેશ જારી કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં નવી સરકાર આવી ગયા બાદ હવે કાયદામાં સુધારા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અસમાજિક તત્વોની ગતિવિધી પર બ્રેક મુકવા માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. વધારે સારી વેબ પોર્ટલની પણ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

Related posts

આધારને બેંક ખાતા અને સીમ સાથે લીંક કરવાનો વટહુકમ કેન્દ્રીય કેબીનેટમાં મંજુર

aapnugujarat

जम्मू कश्मीर के एडवाइजरी पर गृहमंत्री ने कहा यह साधारण एडवाइजरी नहीं है, गंभीरता से लें…!

aapnugujarat

સરકારી બેંકોમાં આવશે ઢગલાબંધ નોકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1