Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

સીબીએસઈ : નંબર વધારવાની પોલિસી વર્ષ ૨૦૧૮થી બંધ થશે

શિક્ષણના ક્ષેત્રમાં ધરખમ અને મોટા સુધારા કરવાની તૈયારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય વર્ષ ૨૦૧૮ સુધી સ્કુલી શિક્ષણના ક્ષેત્રમાં મોટા સુધારા કરવાની દિશામાં આગળ વધી રહી રહ્યુ છે. આ સુધારા હેઠળ નંબર વધારી દેવાની પ્રથાને ખતમ કરી દેવામાં આવનાર છે. તેની જગ્યાએ હવે ૨૦૧૮થી વધારે સાયન્ટિફિક મોડરેશન પોલિસી લાગુ કરવામાં આવનાર છે. સીબીએસઇ બોર્ડમાં નંબર વધારી દેવાની પ્રથા આ વર્ષે ખતમ થનાર હતી. પરંતુ દિલ્હી હાઇકોર્ટે આ ચુકાદા પર પ્રતિબંધ મુકી દીધો હતો. નિર્ણય પર પ્રતિબંધ મુકવા માટેના કેટલાક કારણ આપવામાં આવ્યા હતા. જે પૈકી એક કારણ તેના સમયને લઇને પણ હતુ. આ ખોટી પ્રથાને ખતમ કરવા માટે માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા એક ઇન્ટરનલ બોર્ડ વર્કિંગ બોર્ડ સામેલ કરવામાં આવનાર છે. જે નંબર વધારી દેવાની પ્રથા પર રોક મુકવાની યોજના પર કામ કરશે. કેટલાક મહત્વના વિષય પર તમામ બોર્ડના એક સમંન પાઠયપુસ્તક પણ રહેશે. ગ્રેસ માર્ક્સ પોલિસી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવનાર છે. માનવ સંશાધ વિકાસ મંત્રાલય દ્વારા સુધારા ઝડપથી આગળ વધારી દેવામાં આવી રહ્યા છે. શિક્ષણના નબળા સ્તરને સુધારી દેવા માટેની માંગણી જુદી જુદી સંસ્થાઓ અને શિક્ષણ નિષ્ણાંતો દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે. હવે આ દિશામાં રૂપરેખા તૈયાર થઇ રહી છે. જો કે આનો વિરોધ થાય તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. કેટલાક મહત્વના વિષયોના તમામ બોર્ડના સામાન્ય અભ્યાસક્રમ રહેશે. ગ્રેસ માર્ક્સ પોલિસી વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે અને પાઠ્યત્તર વિષયો માટે માર્ક્સ અને ગ્રેડ અલગથી આપવામાં આવશે. આ ઉપરાંત મૂલ્યાંકનમાં સમાનતા લાવવા માટે સીબીએસઈની સાથે બોર્ડના પ્રશ્નપત્રને લઇને ચર્ચા પણ કરવામાં આવશે. આ યોજના મુજબ આ વર્ષે મોડરેશન પોલિસીને ખતમ કરી શકાશે નહીં. આગામી વર્ષ સુધી આ યોજના ઉપર તમામ બોર્ડ અમલ કરે તે માટે કામગીરી ચાલી રહી છે. હકીકતમાં તમામ બોર્ડ આગામી વર્ષથી નંબર વધારીને આપવાની પરંપરાને ખતમ કરવાની તૈયારીમાં છે. કેટલાક બોર્ડે આ વર્ષથી આ નિયમને લાગૂ કરવાને લઇને ૨૪મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે યોજાયેલી બેઠકમાં કેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ૨૦૧૮થી આને અમલી બનાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે. એપ્રિલથી ૩૨ સ્કૂલ એજ્યુકેશન બોર્ડે આ વર્ષથી નંબર વધારીને નહીં આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ એક અરજી ઉપર સુનાવણી કરતી વેળા દિલ્હી હાઈકોર્ટે આ વર્ષે મોડરેશન પોલિસીને જારી રાખવાનો આદેશ કર્યો હતો જેનાથી મજબૂર થઇને સીબીએસઈને આ વર્ષે મોડરેશન પોલિસીને જારી રાખવાની ફરજ પડી હતી. બીજી બાજુ કેટલાક બોર્ડ જેમ કે પંજાબ અને કર્ણાટકમાં નંબર વધારીને નહીં આપવાનો નિર્ણય અમલી કર્યો છે. જેના કારણે માનવ સંશાધન વિકાસ મંત્રાલયનો ઉત્સાહ વધી ગયો છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, કેટલાક બોર્ડ આ વર્ષે મોડરેશન પોલિસીને અપનાવી રહ્યા નથી. રિઝલ્ટમાં આની અસર પણ જોવા મળી છે. આવા નિર્ણય કરનાર ખુબ ઓછા બોર્ડ છે જેથી આ એક શરૂઆત છે. એવો નિર્ણય પણ કરાયો છે કે, સીબીએસઈ એવા રાજ્યોની સાથે પોતાના પ્રશ્નપત્રની વહેંચણી કરશે જ્યાં એનસીઈઆરટીના પુસ્તકો ચાલી રહ્યા છે. આનાથી તમામ રાજ્યોમાં પુછવામાં આવેલા પ્રશ્નોમાં એકરુપતા જોવા મળશે. ખોટી પરંપરાને ખતમ કરવા માટે માનવ સંશાધન મંત્રાલય દ્વારા એક ઇન્ટરબોર્ડ વર્કિંગ ગ્રુપની રચના કરી છે. આમા આઠ બોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે નંબર વધારી દેવાની પરંપરા પર પ્રતિબંધ મુકવા માટે વિસ્તારપૂર્વક એક યોજના તૈયાર કરશે. નિયમિતરીતે ચર્ચા કરશે અને મોડલ બનાવશે.

Related posts

ઇતિહાસને પાછળ છોડવાનો નિર્ણય કરાયો છે : કિમ જોંગ

aapnugujarat

FPIદ્વારા ઇક્વિટીમાં ૮૪૦૦ કરોડનું રોકાણ કરાયું

aapnugujarat

નવા વાડજની નીમા વિદ્યાલયનાબાળકોએ સૈનિકો માટે લાખોનો એકત્રિત કરેલો ફંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1