અભિનેત્રી વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી. જો કે વાણી કપુર માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહી બલ્કે દક્ષિણ ભારતની ફિલ્મમાં પણ કામ કરવા માટે ઉત્સુક છે. તેની પાસે નાની ઓફર આવી રહી છે. પરંતુ તે મોટા કલાકારો સાથે કામ કરવા માટે આશાવાદી છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં હાલમાં જ નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. એક કાર્યક્રમમાં વાણી કપૂરે આ મુજબની વાત કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી કપૂરને લઇને એક ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવાની હિલચાલ ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા ૨૮ વર્ષીય અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી. પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. બેફિક્રે ફિલ્મને મળેલા પ્રતિસાદ અંગે વાત કરતા વાણીએ કહ્યું હતું કે તે માને છે કે, બેફિક્રે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકોએ આ ફિલ્મને પસંદ કરી છે જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને પસંદ કરી નથી.
ફિલ્મમાં પોતાના જુદા રોલ અંગે પુછવામાં આવતા વાણીએ કહ્યું હતું કે, પટકથા ઉપર તમામ બાબતો આધારિત રહે છે. બીજા પ્રશ્નના જવાબમાં વાણી કપૂરે સફળતાપૂર્વક આપ્યા હતા. રણવીરસિંહ સાથેની પોતાની ફિલ્મના સંબંધમાં વાણીને વધુ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રણવીરની ભૂમિકાની પણ વાણીએ પ્રશંસા કરી હતી
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ