બોલિવુડમાં ભાઇ ભત્રીજાવાદને લઇને હાલમાં છેડાયેલા વિવાદમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કુદી પડી છે. અનુષ્કા શર્માએ પોતાની ટિપ્પણી કરતા કહ્યુ છે તે તેને તેના એક દશક લાંબી કેરિયરમાં ક્યારેય ભાઇ ભત્રીજાવાદ અથવા તો સગાવાદની સ્થિતીનો સામનો કરવો પડ્યો નથી. તેનુ કહેવુ છે કે તેને બહારની હોવા છતાં આવા અનુભવ થયા નથી. હાલમાં આ મુદ્દે કરણ જોહર અને કંગના રાણાવત વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. તેમના ટોક શો વેળા આ મુદ્દો સપાટી પર આવ્યો હતો. વર્ષ ૨૦૦૮માં બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અનુષ્કા શર્માએ કહ્યુ છે કે બોલિવુડમાં કુશળતા ધરાવનાર તમામ લોકોનુ સ્વાગત છે. આદિત્ય ચોપડાની રબને બના દી જોડી ફિલ્મ સાથે અનુષ્કાએ બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી છે પરંતુ આવી સ્થિતી તેની સામે આવી નથી. ૨૮ વર્ષીય અભિનેત્રી હાલમાં શાહરૂખ ખાનની સાથે પોતાની ફિલ્મને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મ ઇમ્તિયાઝની છે. ફિલ્મમાં તેની શાનદાર ભૂમિકા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શાહરૂખ સાથે તે પહેલા પણ કેટલીક ફિલ્મમાં કામ કરી ચુકી છે. અનુષ્કા શર્મા બોલિવુડમાં પોતાની સ્થિતી મજબુત બનાવી ચુકી છે. સાથે સાથે તે પોતાના પ્રોડક્શન હેઠળ પણ ફિલ્મ બનાવી રહી છે. વિરાટ સાથે સંબંધના લીધે પણ તે લોકપ્રિય છે.
આગળની પોસ્ટ