Aapnu Gujarat
મનોરંજન

૧૫ વર્ષ જૂના કેસમાં સંજયને રાહત, કોર્ટે અરેસ્ટ વોરંટ કર્યું કેન્સલ

અંધેરી કોર્ટે આજે બોલિવૂડ સ્ટાર સંજય દત્તનું અરેસ્ટ વોરન્ટ કેન્સલ કરી દીધું છે. ત્યારબાદ કોર્ટમાં આવેલો સંજય ઘરે જવા માટે નીકળી ગયો હતો. જા કે આ પહેલા કોર્ટે ૧૫ વર્ષ જૂના ધમકી આપવાના મામલે સંજય દત્ત વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. આ વોરન્ટ મુંબઇની અંધેરી મેટ્ર્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટે કાઢ્યું હતું.

કોર્ટ આ પહેલા પણ સંજય દત્તને સમન્સ પાઠવી ચૂકી હતી.ઉલ્લેખનીય છે કે, ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકા બાદ આર્મ્સ એક્ટ અંતર્ગત જેલની સજા ભોગવ્યા બાદ પણ વિવાદો અભિનેતા સંજય દત્તનો પીછો છોડતા નથી. હકીકતમાં નૂરાનીએ બોમ્બે હાઇકોર્ટમાં કરેલી અપીલમાં આક્ષેપ કર્યો હતો કે, સંજય દત્તે એમની ફિલ્મ જાન કી બાઝીમાં કામ કરવા માટે ૫૦ લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા. પરંતુ થોડા દિવસના શૂટિંગ બાદ સંજય દત્તે તારીખો આપી નહીં.આ મામલે નૂરાનીએ ઇÂન્ડયન મોશન પિક્ચર્સ પ્રોડયુસર્સ એસોસિયેશન ઇમ્પામાં પણ સંજય દત્ત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ઇમ્પાએ જણાવ્યું હતું કે, જા પંદર દિવસમાં સંજય દત્ત નૂરાનીને શૂટિંગ માટે ૩૦ દિવસ નહીં ફાળવે તો એણે ૧.૫૩ કરોડ રૂપિયાની નુકસાની ચૂકવવી પડશે. ત્યારબાદ નૂરાનીએ આક્ષેપ કર્યો હતો કે, સંજય દત્તના કહેવાથી એને કરાચી અને દુબઈથી ધમકીભર્યા કોલ આવી રહ્યા છે. જાકે આ મામલે સંજય દત્તને મેટ્રોપોલિટન કોર્ટે જામીન આપ્યા હતા.દરમિયાન સંજય દત્તના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન બહાર પાડતાં જણાવ્યું હતું કે, આ કેસ ઘણો જ જૂનો છે. અમારા વકીલ અને અમારી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ થતાં અમે કોર્ટની તારીખોમાં હાજર રહી શક્્યા નથી. એ વાતનો અમને ખેદ છે. અમે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવીશું.

Related posts

એવું કોઇ કામ નહીં કરું કે કોઇના દિલને દુઃખ પહોંચેઃ અક્ષય કુમાર

aapnugujarat

शाहरुख को लेकर फिल्म बनाना चाहता हूं : हंसल मेहता

aapnugujarat

સલમાન ખાને ચાહકોને સાવધ કર્યા…‘મારા નામે છેતરપીંડી થઇ રહી છે’

aapnugujarat

Leave a Comment

URL