Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર મનોરંજન

કેમરૂન ડાયઝ ફિટનેસને લઇ ગંભીર : રિપોર્ટ

હોલિવુડની સ્ટાર અભિનેત્રી કેમરૂન ડાયઝ આજે પણ લોકપ્રિયતાની ચરમસીમા પર છે. તે નવી અભિનેત્રીઓને શરમાવે તેવી ફિટનેસ અને ખુબસુરતી ધરાવે છે. જા કે આને માટે તે ખુબ મહેનત કરે છે. તે પોતે હેલ્થી ડાયટને લઇને ગંભીર રહે છે. રસોડામાં ઘણો સમય પસાર કરે છે. તે પોતે પોતાના નજીકના લોકો માટે ભોજન પણ બનાવે છે. તે ફુડમાં નિષ્ણાંત સેલિબ્રિટી પાસેથી ટિપ્સ પણ મેળવતી રહે છે. કેમરૂન હેલ્થી અને એÂક્ટવ લાઇફસ્ટાઇલ ધરાવે છે. જાન્યુઆરી ૨૦૧૫માં રોકર બેન્જી મેડ્ડેન સાથે લગ્ન કર્યા બાદ કેમરૂન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. કેમરૂન ડાયઝના અનેક હાઇ પ્રોફાઇલ લોકો સાથે વિતેલા વર્ષોમાં સંબંધ રહી ચુક્યા છે. તેના પ્રેમ સંબંધોને ક્યારેય સફળતા મળી નથી. તેના જેની સાથે સંબંધ રહી ચુક્યા છે તેમાં જસ્ટીન ટિમ્બરલેક, જેરેડ લેટો, મેટ ઢિલ્લોન અને બેઝ પ્લેયર એલક્સ રોડરિડનો સમાવેશ થાય છે. અગાઉ પ્રેમ મામલે અને સંબંધોમાં સફળતા ન મળી હોવા છતાં તે નિરાશ થઇ ન હતી. આખરે જાન્યુઆરી ૨૦૧૫માં કેમરૂને બેન્જી સાથે લગ્ન કરી લીધા હતા. હવે બન્ને ભારે ખુશ છે.સ્ટાર કેમરૂનની કેટલીક યાદગાર ફિલ્મો કરી ચુકી છે. જેમાં ચાર્લિસ એન્જલ્સ, માય બેસ્ટ ફ્રેન્ડ વિડિગનો સમાવેશ થાય છે. સાથે સાથે તે મોટા ભાગે એક્શન ફિલ્મો માટે વધારે દેખાઇ છે. કેમરૂન પોતાની હોલિવુડ કેરિયરને આગળ વધારી દેવા માટે સજ્જ છે. સાથે સાથે કેટલાક યાદગાર રોલ કરવાની પણ ઇચ્છા છે. હોલિવુડની ટોપ સ્ટાર અને સૌથી મોંઘી સ્ટાર તરીકે તેને ગણવામાં આવે છે.

Related posts

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈસ્લામની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગયા છે : ઈરાન

editor

અમાનવીય કૃત્ય : પાક હાઇ કમિશનરની સમક્ષ ઉગ્ર રોષ

aapnugujarat

અમેરિકા ગુગલ એકાઉન્ટની જાસૂસી કરાવે છે

editor

Leave a Comment

URL