સુપ્રીમ કોર્ટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે બનાવવામાં આવેલા નવા કાયદા અને તેના માટે આધાર ફરજિયાત કરવાને યોગ્ય જણાવ્યું છે.
કોર્ટે કહ્યું કે આમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવ્યો નથી. કોર્ટના કહેવા પ્રમાણે, ઇન્કમ ટેક્સના સેક્શન ૧૩૯એએમાં કંઇપણ ખોટું નથી. કોર્ટે આ વાત એક પિટિશન પર સુનાવણી કરતી વખતે કહી જેમાં કહેવામાં આવ્યું હતું કે નવો આઇટી ઍક્ટ ભેદભાવ કરે છે.થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એક ફેંસલામાં કહ્યું કે, ટેક્સ ફાઇલ કરવા માટે જૂલાઇથી પાનકાર્ડની સાથે આધાર નંબર લિંક કરવો ફરજિયાત રહેશે.
સુપ્રીમ કોર્ટના આ ફેંસલાની સાથે જ ઇન્કમ ટેક્સના ૧૩૯એએને લઇને સવાલો ઉઠવા લાગ્યા. આ ઍક્ટ હેઠળ રિટર્ન ફાઇલ કરવા માટે આધારકાર્ડને લિંક કરવું પડશે. આ ઉપરાંત, પાનકાર્ડ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- કોઇપણ કાયદાની વેલિડિટીને આર્ટિફિશિયલ ક્લાસ બનાવીને તેને પડકારી ન શકાય અને તેના આધારે એમ પણ ન કહી શકાય કે કોઇ ઍક્ટનું કોઇ પ્રોવિઝન ભેદભાવ કરે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું- જ્યારે એક કાયદો બને છે તો તે એ તમામ લોકો પર એકસમાન રીતે લાગુ થાય છે જે તેના હેઠળ આવતા હોય છે. જોકે, તેમાં કોઇ શંકા નથી કે નાગરિક કોર્ટમાં તેને પડકારી શકાય છે. પરંતુ, ફક્ત એટલે કે કેટલાંક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, તેમને અલગ કરી શકાય નહીં. તેના આધારે બે ક્લાસ (વર્ગ) પણ ન બનાવી શકાય.આ વાત સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે પિટિશન પર સુનાવણી દરમિયાન કહી. પિટિશનમાં એમ કહેવામાં આવ્યું હતું કે કેટલાંક લોકો આધાર સ્કીમને અપનાવવા માંગે છે અને કેટલાંક તેવું નથી કરવા માંગતા.કોર્ટે કહ્યું- જો પિટિશનમાં કહેવામાં આવેલી વાતને જ મહત્વ આપવામાં આવે તો પછી દરેક કાયદા માટે તેમ કહેવામાં આવશે કે તેમાં ભેદભાવ થઇ રહ્યો છે. આ અપીલને જ આધાર માનીએ તો એ સાબિત નથી થતું કે કોઇ ભેદભાવ થઇ રહ્યો છે કારણકે તેના માટે કોઇ વાજબી કારણ જણાવવામાં આવ્યું નથી. કોર્ટે કહ્યું કે આર્ટિકલ ૧૪ બરાબરીનો હક આપે છે.કોર્ટે કહ્યું- ઇન્કમ ટેર્સ આપનારા તમામ લોકોને એક જ કાયદા હેઠળ અને સમાનતાથી જોવામાં આવે છે.