તનુ વીડસ મનુથી લઇને અનારકલી ઓફ આરા જેવી અનેક ફિલ્મોમાં શાનદાર ભૂમિકા અદા કરીને તમામને ચોંકાવી ચુકેલી સ્વરા ભાસ્કરને બોલિવુડમાં આઠ વર્ષ થઇ ગયા હોવા છતાં તે હજુ સુધી બોલિવુડમાં પગ જમાવી શકી નથી. તેની પાસે અનેક ફિલ્મો હાથમાં હોવા છતાં તે હાલમાં અસંતોષની લાગણી અનુભવ કરે છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ જમાવવાની બાબત બિલકુલ સરળ નથી. કારણ કે હમેંશા ગળા કાપ સ્પર્ધા રહે છે. તેનુ કહેવુ છે કે તેને બોલિવુડમાં ખુબ વર્ષો થઇ ગયા હોવા છતાં હજુ સંઘર્ષ કરી રહી છે. સ્વરા ભાસ્કરે કહ્યુ છે કે તે હજુ પણ બોલિવુડમાં મજબુતી સાથે પગ જમાવી શકી નથી. તેને આઉટસાઇડર તરીકે જ ગણવામાં આવે છે. સ્વરાની છેલ્લી બે ફિલ્મો નિલ બટ્ટે સન્નાટા અને અનારકલી ઓફ આરા ફિલ્મ મહિલા પ્રધાન ફિલ્મો હતી. બન્ને ફિલ્મમાં તેની ભૂમિકાની જારદાર નોંધ લેવામાં આવી હતી. સ્વરા માને છે કે બોલિવડમાં મહિલા પ્રધાન ફિલ્મ બનાવવાની બાબત માત્ર એક પ્રવાહ જ નથી બલ્કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે પડકારરૂપ પણ છે. તાજેતરના સમયમાં મહિલા પ્રધાન ફિલ્મો વધી છે. જેમાં હાલમાં જ રજૂ થયેલી રંગુન, અનારકલી, બેગમ જાન ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નામ શબામા નામની ફિલ્મ પણ મહિલા પ્રધાન ફિલ્મ હતી. સ્વરાએ કહ્યુ છે કે અમિતાભ બચ્ચન આજે પણ પિન્ક અને પિકુ જેવી જારદાર ફિલ્મ કરી રહ્યા છે. સ્વરા સુરજ બડજાતિયાની પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં પણ નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જેમાં સલમાન અને સોનમની ભૂમિકા હતી. સ્વરાએ સલમાનની બહેનની ભૂમિકા કરી હતી.
પાછલી પોસ્ટ